શહેરના અનેક ઉદ્યોગપતિ તેમજ નામાંકિત લોકો ઝપટમાં: વ્યાજની લાલચે અનેક નાના લોકો પણ સણસામાં ફસાયા
જેતપુર શહેરમાં બેન્ક કરતા સારા વ્યાજે કામવાની લાલચે અનેક લોકો એક ફાઈનાન્સરના સણચામાં ફસાય ગયા છે
જાણવા મળતી વિગત અનુસાર અહીંના કણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ એક ખાનગી નાણા ધીરાણ કરતી પેઢીએ અનેક લોકોની ઊંઘ હરામ કરી નાખી છે.લોકો બેન્ક કરતાં ઉંચા વ્યાજની લાલચમાં પોતાની જમા કરેલી મરણ મૂડી પણ દાવ પર લગાડી દીધા છે.
આ ફાઈનાન્સર લોકો પાસેી નીચા વ્યાજે રકમ લઇ ગામના ધર્ંધાી તેમજ અન્ય લોકોને ઉંચા વ્યાજે નાણાં ધીરવામાં આવતા હતા. દિવસે દિવસે લોકોને તેમની પર વિશ્વાસ બેસતા તેને બજાર માંથી મોટી રકમ મળવા લાગી અને ઉચ્ચ વ્યાજે તે બજારમાં ધીરાણ કરવા લાગેલ હતો
પણ છેલ્લા થોડા સમયી આ ફાઈનાન્સર બજાર માંથી મોટી રકમ લઈ લીધેલ હોઈ અને દિવસે દિવસે વ્યાજના ચકર વધી જતાં અને તેમાં બજારમાં પૈસા ખોટા તા તેને અંતે લોકોના પૈસાનું ફૂલેકુ ફેરવી ગામ મૂકી નાસી છૂટવાનો વારો આવતા અનેક નાના લોકોની ઊંઘ હરામ ઇ ગઇ છે અને તેના તમામ મોબાઇલ બંધ હાલતમાં હોવા મળે છે
પૈસાની લાલચે અનેક નાના લોકો ફસાયા
તાત્કાલિક પૈસા કમાવી લેવાની નિતીએ અમુક નાના વેપારીઓ બજાર માંથી ઓછા ટકાવારી લઇ પોતે વચ્ચે કમાઈ લેવાની નિતીએ તેમને બજાર માંથી લઇ લીધેલ રકમ કેમ પરત કરવા એ એક પ્રશ્ન ઊભો યો છે
શહેરના અનેક નામાંકિત લોકો ફસાયા
હાલ ઉદ્યોગપતિ અને મોટા રોકાણકારોને પોતાના પૈસા અંગે ઊંઘ હરામ થઈ ગઈ છે જાજા વ્યાજની લાલચે આ શરફી પેઢીને ધીરેલ રકમ અંગે ચિંત થઈ પડી છે