રાજકોટ ગ્રામ્ય જીલ્લા I/C પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબ ની  સુચના થી જેતપુર સીટી પી.આઈ  શ્રી એમ.એન.રાણા સાહેબ, ઇંઈ અનીલભાઈ ગુજરાતી , ઙઈ ઘમભા જેઠવા , ભાવેશભાઈ ચાવડા, લખુભા રાઠોડ , ચેતનભાઈ ઠાકોર, દિવ્યેશભાઈ સુવા, જીગનેશભાઈ ગરાનીયા એમ બઘા જેતપુર તત્કાલ ચોકડી પાસે વાહન ચેકીંગ માં હતા તે દરમ્યાન એક અતુલ રીક્ષા માં બે ઈસમો હાજર હોય જેને (૧) ભરત  મુકેશ ટપુભાઈ ચારોલીયા દે.પુ રે. જુનાગઢ (૨) છોટુ  કરણ જેન્તીભાઈ સોલંકી કોળી  રે. રાજકોટ વાળા ને રીક્ષા ના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરતા કોઈ સંતોષકારક જવાબ આવતો ન હોય જેની અંગ જડતી કરતા રોકડ રુપીયા મળેલ.

જેની પુછપરછ કરતા નં. (૨) ના ભાઈ અજુન જેન્તીભાઈ સોલંકી એમ ત્રણેય જણાએ આજ થી દશેક દિવસ પહેલા જુનાગઢ મઘુરમ સોસાયટી માં થી બે મકાન માં નકુચા તોડી રોકડ રુપીયા તથા ઘરેણા ની ચોરી કરેલ જેમા જુનાગઢ સી ડીવી ૪૩/૧૮ ઈ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગન્હો રજી થયેલ તથા ગઈકાલે જુનાગઢ મધુરમ સોસાયટી માથી બે મકાન મા નકુચા તોડી રોકડ રુપીયા ની ચોરી કરેલ જેમા ગયેલ રોકડ રુપીયા ૧૧,૧૭૦/- તથા રીક્ષા સાથે મળી કુલ મુદામાલ રુ ૬૧,૧૭૦/- સાથે મળી આવતા સી.આર.પી.સી કલમ ૧૦૨ , ૪૧(૧)ડી મુજબ પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.