રૂ.8.21 લાખનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી ક્રાઇમ બ્રાંચે ટંકારા વિસ્તારમાં થયેલ રૂ. 8,21,000/- ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના કુલ-6 આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર,   ટંકારા લતીપર રોડ, પર આવેલ તિરૂપતી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં શટરના તાળા તોડી ગોડાઉનમાં રાખેલ 68 કટ્ટા જીરૂ કે જેની કિંમત રૂ.8,16,000/- છે તથા ઇલકેટ્રીક વજન કાંટો મળી કુલ કી.રૂ. 8,21,000/- ના મુદામાલની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન એએસઆઈ રજનીંકાત કૈલા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાનાઓને સયુકત રીતે બાતમી મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા તથા વિરેન વિજયભાઇ રાઠોડ તેના સાગરીતો સાથે મળી કરેલ હોવાની હકીકત આધારે ઉમીયા સર્કલ પાસે વોચ ગોઠવી નિકુલ કરશનભાઇ મંદરીયા, રાહુલભાઇ રાજુભાઇ કુંઢીયા, વિરેન વિજયભાઇ રાઠોડ, પપ્પુભાઇ નવાભાઇ પરમાર, પાંગળાભાઇ નાનજીભાઇ ડામોર, હરેશભાઇ નરશુભાઇ મોહનીયા નામના આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ મુદામાલ, તથા ગુનામાં વપરાયેલ વાહનો, મોબાઇલ ફોન મળી કુલ છ આરોપીઓને હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.