ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ગુરુવારે ફરી એકવાર નવી ઓફર લોન્ચ કરી છે. જિયોએ રૂ.199માં નવો પોસ્ટપેઇડ પ્લાન રજૂ કરતા દેશની મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ અને આઇડિયાના શેરો ગબડ્યા છે. આઇડિયાનો શેર 12 ટકા તૂટ્યો છે જ્યારે ભારતી એરટેલ 7 ટકા ગબડ્યો છે. આ બંને શેરો ગબડવાથી કુલ મળીને રૂ15,700 કરોડનું નુકસાન થયું છે.

Jioએ લોન્ચ કર્યો રૂ.199નો નવો પોસ્ટ પેઇડ પ્લાન

જિયોએ પોતાની પોસ્ટપેઇડ સર્વિસ માટે તમામ બેનિફિટ સાથેનો ખૂબ આકર્ષક અને ગ્રાહકો માટે ઇન્ટરનેશનલ કોલિંગ અને રોમિંગનો ટેરિફ પ્લાન જાહેર કર્યો છે. આ ઓફરમાં ગ્રાહકને માત્ર રૂ.199માં અનલિમિટેડ બેનિફિટ્સ છે. 199 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ડિયા પ્લાન, ઇન્ટરનેશનલ કોલિંગ 50 પૈસા પ્રતિ મિનિટ અને ઇન્ટરનેશનલ રોમિંગ 2 રૂપિયાથી શરૂ થશે. ઇન્ટરનેશનલ રોમિંગમાં કોઇ સિક્યોરિટી ડિપોઝિટ નથી. તેમાં માસિક 25 જીબી ડેટા મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.