હવે પછી કયારે બુકીંગ ? કેવી રીતે ? કેટલા યુનિટ ? કેટલા ડેટા પ્લાન વગેરે પ્રશ્ર્નોના આ રહ્યા જવાબ
નવી દિલ્હી
જીયો ફોનના ઓનલાઇન અને ઓફ લાઇન બુકીંગ હાલ રદ કરવામાં આવ્યા છે. ત્યારે હવે શું ? તે અંગે પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. ગ્રાહકો પણ ખરીદી કર્યા બાદ દ્રિધા અનુભવી રહ્યા છે. ર૪ ઓગષ્ટને ગુરુવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે શરુ કરવામાં આવેલી બુકીંગની પ્રક્રિયા બાદ ગ્રાહકો જીયોના ફોન બુકીગ કરવા તડાપીટ બોલી હતી. ત્યારબાદ આશ્ર્ચર્યજનક રીતે માત્ર દોઢ દિવસ બાદ શનિવારે વેબસાઇટ પ્રથમ કલાકમાં જ ક્રેશ થઇ હોય જીયો ફોનના બુકીંગ રદ કરાયા હતા.
આ રીતે એકાએક બુકીંગ રદ કર્યા બાદ દરેક વ્યકિત આશ્ર્ચર્ય અનુભવી રહી છે અને જીયોના ગ્રાહકો હવે કયારે બુકીંગ શરુ કરી શકશે ? જીયોના હેન્ડસેટ, તેની બુકીંગની પ્રક્રિયા, તેની કિંમત અને તેના ફીચરને લગતા પ્રશ્ર્નો ઉભા થયા છે.
જીયો ફોન બુક કરવા માટે જીયો.કોમ વેબસાઇટ, માય જીયો એપ અને જીયોની અધિકૃત ઓફીસ પર જીયોના રીટેલર્સના સંપર્ક કરીને એમ ત્રણ રીતે કરી શકાય છે. અને તેના માટે તમારે ફોન નંબર, ડિલેવરી એડ્રેસ અને ૫૦૦ ‚ા ચુકવવાના હોય છે. ત્યારબાદ તમને મળેલ વાઉચર નંબર દ્વારા તમે હેન્ડસેટ મેળવી શકો છો, જયારે તમને ડિલેવરી મળવાની હોય ત્યારે તમને જાણ એસએમએસ દ્વારા થઇ જાય છે. ઓનલાઇન બુકીગ પુર્ણ થયા બાદ તમે ઓફલાઇન પણ કરી શકો છો. પરંતુ હાલ બન્ને બુકીંગ બંધ કરવામાં આવ્યા છે.
આ ઉ૫રાંત બુકીંગ દ્વારા તમે જીયોના ફોન એકથી વધુ મિત્ર અને પરીવાર માટે પણ ખરીદી શકો છો. તમારે ફોન નંબર અને ડિલેવરી પીન કોડ મળ્યા હોવા જરુરી છે. અમે ૫૦૦ ‚ા ખરીદી પેટે અગાઉથી ચુકવ્યા હોવા જ‚ રી છે જો કે ઓનલાઇન – ઓફ લાઇન દ્વારા બુકીંગ હાલ રદ કરાયા કરી શકાશે ? તે અંગે પ્રશ્ર્નો ઉભા થયા છે. જીયોના ફોન માટે શનિવારે લાખો બુકીંગ રદ થયા બાદ તે અંગે કોઇ નિર્દેશ નથી કરાયા કે ફરીથી બુકીંગ કયારે શરુ થશે ? જો કે જો તમે જીયો ફોનના પ્રિ-બુકીંગ માટે અપડેટ થઇ જશો તો ફરીથી તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર તમારો ઇન્ટ્રેસ્ટ રજીસ્ટ્રર કરાવી શકો છો. તમને ત્યારબાદ આગામી બુકીંગ માટે એસએમએસ કે ઇમેઇલ દ્વારા જાણ થઇ જશે.
માય જીયો એપ અને જીયો કોમ વેબસાઇટ પર કેટલા યુનિટ બુકીંગ કરી શકાય છે તે અંગે કોઇ નિર્દેશ નથી પરંતુ ફરીથી એક કરતાં વધારે યુનિટને તમે બુક કરાવી શકો છે અને ફરીથી એજ નંબર અને પીન કોડ દ્વારા સાથો સાથ ૫૦૦ ‚ા ડિપોઝીટ પર યુનિટ બુકીંગ સમયે જ જમા કરાવવા પડશે.
કેટલાક ગ્રાહકો દ્રિધા અનુભવી રહ્યા છે કે શું તેમના નામના બુકીંગ અન્યને ટ્રાન્સફર કરી શકાય છે કે કેમ ? તો જાણી લોકે જીયોના ૪જી ફોન ઓર્ડર કર્યા બાદ તમે તેના ખરીદી કરવાના સ્થાને આ બુકીંગ અન્યના નામે ટ્રાન્સફર કરી શકો છો. તેના માટે માય જીયો એપ માં ટ્રાન્સફર ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો.
આ ઉપરાંત બુકીંગ કરેલા જીયો ફોન કયારે મળશે ? તથા કેટલો ડેટા પ્રાપ્ત થશે ? તેવા પ્રશ્ર્નો ના જવાબ જાણી લઇએ બુકીંગ કર્યા બાદ કેટલા સમયમાં ફોન મળશે તે અંગે કોઇ સમય દર્શાવાયો નથી પરંતુ સપ્ટેમ્બરમાં ડિલેવરી સ્ટાર્ટ થઇ જશે. જયારે ડિલેવરી માટે ટાઇમ ટેબલ તેમજ યુનિટની ખરીદી અંગે જાણ એસએમએસ દ્વારા થઇ જશે.
તેમજ શરુઆતમાં આ ફોનમાં ૧૫૩ ‚ા અને ૩૦૯ ‚ા ના રીચાર્જ કરાવી શકશો. ૧૫૩ ‚ા માં ૫૦૦ એમ.બી ડેટા ૪જી સ્પીડમાં ૧૨૮ કેબીપીએસ થી વધારે હશે તેમજ ૩૦૦ એસએમએસ પણ ફ્રી મેળવી શકશો. જયારે ૩૦૯ ‚ા માં તમે આજ લાભ ઉપરાંત ૧ જીબી ડેટા રોજના મેળવી શકશો. તેમજ મીનીમમ પેકમાં ‚ા ૨૪ અને ર૪ દ્વારા ર અને ૭ દિવસની સ્ક્રીમો રહેશે.