રિલાયંસ જીઓએ પોતાના 4G ફોનનું પ્રોડકસાન બંધ કરી દીધું છે. સૂત્રો અનુસાર મુકેશ અંબાણીએ એરટેલ અને વોડાફોનને ટક્કર આપવા માટે એંડરોઈડ સ્માર્ટફોનને લોન્ચ કરવાનું વિચારી રહ્યા છે. થોડા સમય પહેલા જ એરટેલ અને વોડાફોન એ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એંડરોઈડ ફોનને બજારમાં લોન્ચ કર્યો છે. જેમની સંભવિત કિમત 999 અને 1399 રૂપિયા છે.
એક રિપોર્ટ પ્રમાણે જીઓએ પોતાના ફોનનું પ્રોડકશન બંધ કરી દીધું છે. કંપની હાલ એક સસ્તા એંડરોઈડ ફોન પર કામ કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે Kia ઓપરેટિંગ સિસ્ટમ માં વઘુ એપ કામ કરી શકતા નથી પરંતુ જીઓ ફોન માટે સ્પેશિયલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે.
આ માટે જીઓની ગૂગલ સાથે વાત પણ ચાલી રહી છે. જો બંને વચ્ચે વાત ફાઇનળ થશે તો ગ્રાહકોને સસ્તામાં એંડરોઈડ સ્માર્ટફોન મળશે. Kia સિસ્ટમ પર કામ કરી રહેલા જીઓ 4G ફીચક્ર ફોન ના 1 કરોડ મોબાઈલ બનાવી ચૂક્યા છે.
થોડા સમય પહેલા જ એરટેલ અને વોડાફોન પોતાનો 4G સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યો હતો. આ માટે એરટેલ અને વોડાફોનને ટક્કર આપવા માટે જીઓ પોતાનો નવો 4G સ્માર્ટફોનને બનવા માગે છે.