ત્રણ દિવસીય ક્રાફટ મેળામાં 22થી વધુ રાજયો-કેન્દ્રશાસિત પ્રદેશોનાં 10,000થી વધુ કારીગરો-વણકરો માટે નવી તકો ઉભી કરાશે

ભારતના અગ્રણી સ્વદેશી ઈ-માર્કેટપ્લેસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે આજે સૌથી મોટા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોરફ્રન્ટ્સ પૈકીના એક એવા ’ક્રાફ્ટ મેળા’ના પ્રારંભની જાહેરાત કરી છે. સ્થાનિક કળાત્મક કારીગરો અને વણકરો ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનો ગ્રાહકો સમક્ષ પ્રદર્શિત કરી શકે તે માટે અને કારીગરોને સશક્ત બનાવવાના જિયોમાર્ટના મૂળ વિઝનને ધ્યાનમાં રાખીને જિયોમાર્ટે તેના પ્લેટફોર્મ પર વિશિષ્ટ રીતે પ્રચાર કરીને ભારતના હસ્તકળાના સમૃદ્ધ વારસાને મહત્વ આપ્યું છે. આ મેળામાં ગ્રાહકોને ઑફલાઇન પ્રદર્શનના ઑનલાઇન સંસ્કરણની મુલાકાત લેવાની તક મળશે, જ્યાં તેઓ ભારતીય હસ્તકળા વિશે શીખશે અને 17-19 માર્ચ દરમિયાન અનન્ય ઉત્પાદનોનું પ્રદર્શન માણીને આનંદિત થશે.

ક્રાફ્ટ મેળા દ્વારા જિયોમાર્ટ ભારતના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 10,000થી વધુ કારીગરો અને વણકરોના જીવનને પ્રભાવિત કરશે. જિયોમાર્ટ પહેલેથી જ 600થી વધુ વિક્રેતાઓ અને માસ્ટર કારીગરોને તેના પ્લેટફોર્મ પર લાવી ચૂક્યું છે. ગ્રાહકો તમામ પ્રદેશોના 85,000થી વધુ ઉત્પાદનોમાંથી તેમની પસંદ કરી શકે છે, જે ઉત્પાદનો વાસ્તવિક ભારતનો સાર દર્શાવે છે.

જિયોમાર્ટના સીઇઓ સંદીપ વારાગંતીએ જણાવ્યું કે, જિયોમાર્ટ ઈ-કોમર્સ દ્વારા ભારતમાં સ્થાનિક કારીગર અને વણકર સમુદાયને સશક્ત બનાવવા માટે સમર્પિત છે. અમે તેમને તેમનો વ્યવસાય વધારવામાં, ભારતીય હસ્તકળાનું જતન કરવામાં અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મદદ કરવા માંગીએ છીએ. આવી પહેલ વિક્રેતાઓને વૈવિધ્યપૂર્ણ ગ્રાહક સમુદાય સમક્ષ તેમના માલને રજૂ કરવામાં અને સરળતાથી તેનું વેચાણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે કારીગરોમાં ઓનલાઈન વેચાણની સ્વીકૃતિ વધારવા માટે પ્રેરિત કરે છે.

ક્રાફ્ટ મેળા દ્વારા અમે દેશભરની અધિકૃત સ્વદેશી હસ્તકળા અમારા ગ્રાહકોને એક બટનના ક્લિકથી જ મળી ઝડપી અને સરળતાથી મળે તેવું ઇચ્છીએ છીએ. અમારો ઉદ્દેશ્ય ઉભરતા સ્થાનિક કળા સ્વરૂપોના વિકાસને વેગ આપવાનો છે જે કારીગરો અને ગ્રાહકો બંનેને લાભકર્તા રહેશે, કારણ કે અમે અમારા વિક્રેતાના સમૂહને અને ઉત્પાદનના વર્ગીકરણને વિસ્તૃત બનાવી રહ્યા છીએ.

ત્રણ દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલ દરમિયાન જિયોમાર્ટ પર ભારતીય વણકરો અને કારીગરો દ્વારા તૈયાર કરાયેલી અપ્રતિમ કારીગરી ઓફર કરતી જટિલ ડિઝાઇન સાથેની અધિકૃત મર્ચેન્ડાઇઝની વ્યાપક શ્રેણી મોજૂદ હશે. તેમાં ઓડિશાની સંબલપુરી સાડીઓ, કેરળની કસાવુ સાડીઓ, જયપુરની બ્લોક પ્રિન્ટેડ બેડશીટ્સ, મધુબની પેઇન્ટિંગ્સ, ધોકરા આર્ટવર્ક, જોધપુરના પ્રસિદ્ધ લાકડામાંથી બનેલી ઘરની સજાવટની કૃતિઓ, લખનઉની હાથ વડે તૈયાર થયેલી સુંદર ચિકંકરીના વસ્ત્રો, ચન્નાપટના લાકડાના રમકડાં, ઇકો-ફ્રેન્ડલી અને યોગા મેટ્સ અને સામગ્રીનો તેમાં સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.