શાઓમીએ ભારતમાં એક સસ્તો સ્માર્ટફોન Redmi 5A લૉન્ચ કર્યો છે. તેની પ્રારંભિક કિંમત 4,999 રૂપિયા છે. પરંતુ તે 3,999 રૃપિયાની ઇફેક્ટિવ કિંમત પર પણ ખરીદી શકાશે. આ માટે રિલાયન્સ જિયોએ એક નવી ઓફર લોન્ચ કરી છે. દેશના સ્માર્ટફોન માટે દેશના નેટવર્ક જિઓમાં ઓફર છે
આ માટે કસ્ટમર્સને શેઓમીના રેડમી 5 એ સ્માર્ટફોનમાં રિલાયન્સ જીઓનું સિમ ઉપયોગ કરવું પડશે.
રિલાયન્સ જિઓ મુજબ કંપનીએ પહેલીવાર એક વિશેષ અનલિમિટેડ મંથલી પ્લાન લોન્ચ કર્યો છે જેની કિંમત 199 રૃ. છે. આ પ્લેન હેઠળ ફ્રી વૉઇસ કોલિંગ, અનલિમિટેડ ડેટા અને જીઓ એપ આપવામાં આવશે. તેની વેલિડિટી 28 દિવસની હશે. દરેક દિવસે યુઝર્સને ફક્ત 1 જીબી જ ડેટા આપવામાં આવશે.
રિલાયન્સ જીઑએ 199 ની ઓફર્સ ફક્ત Redmi 5A માટે લોન્ચ કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે બજારની સૌથી સસ્તા ઓફર છે.
આ માટે Redmi 5A ના ગ્રાહકોને 12 મહિનામાં 12 રિચાર્જ કરવા પડશે. એક વર્ષ સુધી રિચાર્જ કર્યા પછી 1,000 રૂપિયાનો કેશબેક મળશે. જો કે દર મહિને રીચાર્જ કર્યા પછી 100 રૂપિયાનો કેશબેક જિઑ એપ્લિકેશનથી લઈ શકાશે. 1,000 રૂ. કેશબેક મળશે તેથી રેડીમ 5 એ સ્માર્ટફોન 3,999 રૂપિયા ઇફેક્ટિવ કિંમતમાં ખરીદી શકાશે.
રિલાયન્સ જિયોએ ટ્વીટ કર્યું છે, કે ‘દેશનો સ્માર્ટફોન જ્યારે દેશના નેટવર્ક સાથે મળે, ત્યારે જીંદગી સુંદર થઈ જાય છે. રેડમી 5 એ પર રિલાયન્સ જીઑ તરફથી 1,000 રૂપિયાનું ઍડિશનલ કેશબેક ‘