રિલાયન્સ જિયો લોન્ચિંગ સાથે જ ધમાકેદાર ઓફર માટે જાણીતું થઇ ગયું છે. જિયો કંપનીએ સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે નવી ઓફર રજૂ કરી છે. કંપનીએ પોતાની બીજી વર્ષગાંઠ પર ઘણી સારી ઓફર રજૂ કરી હતી, તો હવે તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી દિવાળી ધમાકા ઓફર રજૂ કરી છે.

રિલાયન્સ જિયો (Reliance Jio) લાંબા સમય બાદ પોતાનાં યુઝર્સ માટે ધમાકેદાર ઓફર લઇને આવ્યા છે. આ વખતે રિલાયન્સ જીયોએ દિવાળી ઓફર રજુ કરી છે. કંપનીની તરફથી આ ઓફરને રિચાર્જ કરો આ દિવાળીએ અને મેળવો ફાયદો આવતી દિવાળી સુધી નામ આપ્યું છે. જેના હેઠળ કંપનીએ એકદમ નવો પ્લાન ઇશ્યું કર્યો છે. જેમાં યુઝરને એક વર્ષ સુધી તમામ સેવાઓ ફ્રી મળશે. આ પ્લાનમાં કંપનીએ 100 ટકા સુધી કેશબેકની ઓફર પણ આપી છે. પ્લાનની કિંમત 1699 રૂપિયા રાખી છે.

જિયોની દિવાળી ધમાકા પ્લાનમાં જે યુઝર્સને ફ્રી વોઇસ કોલિંગ અને અનલિમિટેડ ડેટા મળે છે. તેની વેલિડિટી એક વર્ષની છે. યુઝર્સને સમગ્ર વર્ષ માટે રોજિંદી રીતે 1.5 GB જેટા આપવામાં આવશે. જેથી કુલ મળીને સમગ્ર વર્ષ દરમિયાન 547 GB ડેટા ઓફર આપવામાં આવી રહી છે. આ પેકમાં 500-500 રૂપિયાની ત્રણ અને 200 રૂપિયાનું એક વાઉચર મળશે.

જીયો દિવાળી પ્લાનમાં યુઝર્સ માટે 100 ટકા કેશબેકની ઓફર રજુ કરી છે. પ્લાન પર યુઝરને ઓફર કેશબેક રિલાયન્સ ડિજિટલ કૂપન સ્વરૂપે મળશે. આ યુઝર માય જિયો એપ (My Jio App)નાં માધ્યમથી ઉપયોગ કરી શકે છે. આ કુપન પોતે જ યુઝર એપમાં સેવ થશે. તેનો યુઝ મોબાઇલ રિચાર્જ માટે કરવામાં આવી શકે છે. કેશબેકના સ્વરૂપે મળેલ કુલ 31 ડિસેમ્બર, 2018 સુધી જ માન્ય ગણાશે. કેશબેકનો યુઝ તમે રિલાયન્સ ડિજિટલ સ્ટોર પર પણ કરી શકો છો, જો કે તેના માટે યુઝરને ઓછામાં ઓછા 5 હજાર રૂપિયાની ખરીદી કરવી પડશે.

1699 રૂપિયાનાં પેકમાં 365 દિવસ વોઇસ કોલ સંપુર્ણ ફ્રી રહેશે. તે ઉપરાંત રોજિંદી રીતે 100 મેસેજ અને માય જીયો એપનું સબસ્ક્રિપ્શન ફ્રી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિયોની દિવાળી ધમાકા ઓફર 18 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી જ માન્ય રહેશે.

આ ઉપરાંત રિલાયન્સ જિયોના અન્ય પ્લાન પર પણ કંપનીની તરફથી 100 ટકાની કેશબેક ઉપલબ્ધ કરાવવામાં આવી રહે છે. જે પ્લાન પર 100 ટકાની કેશબેક મળી રહી છે તેમાં 149 રૂપિયા, 198 રૂપિયા, 299 રૂપિયા, 349 રૂપિયા, 398 રૂપિયા, 399 રૂપિયા, 448 રૂપિયા, 449 રૂપિયા, 449 રૂપિયા, 799 રૂપિયા, 999 રૂપિયા, 1999 રૂપિયા, 4999 રૂપિયા અને 9999 રૂપિયાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.