ભારતનું મોબાઈલ માર્કેટ આવતા પાંચ વર્ષમાં ૫૦ ટકા વધીને ૩ લાખ કરોડ સુધી પહોંચશે
દેશના સૌથી ધનવાન વ્યકિત મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ દેશના અડધોઅડધ ટેલિકોમ માર્કેટને ‘મસ્કયુલર પાવર દ્વારા’ કબજે કરી લીધું છે. રિલાયન્સ જીઓએ લોસમેકિંગ બિઝનેસની રણનીતિથી ૫૦ ટકા માર્કેટ હડપ્યું છે. કંપનીનું માનવું છે કે ડેટાનો ઉપયોગ કરીને નફો અને સર્વિસ કવોલીટી દ્વારા વધુ પેમેન્ટ ચુકવીને પણ ગ્રાહકો જીઓને તરફ આકર્ષિત થશે.
વિશ્ર્લેષકોને આપવામાં આવેલા એક પ્રેઝેન્ટેશન અહેવાલમાં જીઓએ જણાવ્યું કે તેના બજાર શેર વધારવાની રણનીતિમાં ડેટાનો ઉપયોગ એક મોટો હિસ્સો છે. કંપનીએ અહેવાલમાં નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવા શું રણનીતિ છે તે સ્પષ્ટ કર્યુ નથી. કંપનીના સુત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૦-૨૧ થી નાણાકીય લાભો પર વિચાર કરી રહી છે. એચએસબીસી મુજબ ડિસેમ્બર કવાર્ટરમાં દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલનો બજાર કિસ્સો ૩૩.૧ ટકા રહ્યો હતો. જયારે વોડાફોન ૨૩.૫ ટકા, આઈડિયા સેલ્યુલર ૧૮.૭ ટકાનો બજાર કિસ્સો રહ્યો હતો. આ કંપનીઓ બાદ ટાટા ટેલીસર્વિસીઝ ૬.૨ ટકા, એરસેલ ૫.૫ ટકા અને રિલાયન્સ કોમ્યુનીકેશનની પાસે ૪ ટકાનો બજાર હિસ્સો હતો.
આવી જ રીતે, નફો કમાવવાના મામલામાં પણ ઈન્ટરનેટ, ટેકસ અને ડેપ્રિસિએશનમાં ઘટાડો કર્યા પહેલા એરટેલે સૌથી વધુ ૩૬.૭ ટકાનો નફો હાંસલ કર્યો હતો. જયારે આઈડીયાએ ૨૫ ટકાનો નફો મેળવ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર સુધી છ મહિનામાં વોડાફોન ઈન્ડીયાએ ૨૯.૬ ટકાનો નફો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વોડાફોન અને આઈડીયાના વીલીનીકરણને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ બંને કંપનીઓના વીલીનીકરણ પછીની નવી કંપની દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની થશે.
જીયોની સાથે સૌપ્રથમ વિશ્ર્લેષકોની મીટીંગમાં હાજર રહેલા ડોએચ બેંક એકટીવીટી રિસર્ચ એશિયાએ કહ્યું કે, ભારતનું મોબાઈલ માર્કેટ આવતા પાંચ વર્ષમાં ૫૦ ટકા વધીને ૩ લાખ કરોડ સુધી પહોંચી શકે છે. જે હાલમાં માત્ર ૧.૯૪ લાખ કરોડ રૂપિયા જ છે. જીઓએ તેના પ્રેઝન્ટેશન અહેવાલમાં જણાવ્યું કે, તે ૫૦ ટકા માર્જિનથી અડધોઅડધ ટેલીકોમ માર્કેટને કેપ્ચર કરશે. બેંક ઓફ અમેરિકાના મેરિલ લીન્ચે જણાવ્યું કે, ઘણી ખરી કંપનીઓ સતત રીતે દર યુઝર્સે સરેરાશ આવક વધારવાની ક્ષમતા ધરાવતી નથી. જયારે જીઓ તેની સ્ટ્રોંગ રેવન્યુ જનરેટ કરવામાં સક્ષમ છે.