વોડાફોન-આઇડિયાએ મે મહિનામાં 7.59 લાખથી વધુ ગ્રાહકો ગુમાવ્યા
ખોટ કરી રહેલી વોડાફોન-આઇડીયાએ મે મહિનામાં વધુ 7.59 લાખ સબ્સ્ક્રાઇબર ગુમાવ્યા હતા. જેના કારણે તેનો ગ્રાહક રેટ ઘટીને 258.45 મિલિયન થઇ ગયો છે. માર્કેટ લીડર જીયોએ સૌથી વધુ નવા સબ્સ્ક્રાઇબર 3.11 મિલિયનનો ઉમેરો કર્યો છે. જ્યારે ભારતીય એરટેલે પણ 1.02 મિલિયન સબ્સ્ક્રાઇબર ઉમેર્યા છે.
ટેલીકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંગળવારે સબ્સ્ક્રીપસનના આંકડા જાહેર કર્યા છે. જે અનુસાર મેના અંત સુધીમાં જીયો પાસે કુલ 408.79 મિલિયન ગ્રાહકો હતા જ્યારે એરટેલ પાસે 362.18 મિલિયન ગ્રાહકો હતા. જૂન-2021માં 1.14 અબજથી મે-2022માં કુલ વાયરલેસ સબ્સ્ક્રાઇબર બેઇઝ વધીને 1.15 મિલિયન થઇ ગયો હતો. એપ્રીલમાં ઘટાડા સામે શહેરી વિસ્તારોમાં સબ્સ્ક્રાઇબર દર મહિને 0.12 ટકા વધીને મેના અંત સુધીમાં 624.55 મિલિયન થઇ ગયો છે. ઉપરાંત ગ્રામિણ વિસ્તારમાં પણ 520.96 મિલિયન જેટલો સબ્સ્ક્રાઇબ રેટ વધ્યો છે.
રિલાયન્સ જીયોએ વાયરલેસ સબ્સ્ક્રાઇબરનો સૌથી મોટો હિસ્સો 35.96 ટકા પર ચાલુ રાખ્યો જે બીજા સ્થાને રહેલા એરટેલ સાથેનું અંતર વધારી દીધું. જેણે 31.62 ટકાનો બજાર હિસ્સો નોંધાવ્યો હતો. બીજી બાજુ વોડાફોન-આઇડીયાનો બજાર હિસ્સો ઘટીને 22.56 ટકા થઇ ગયો હતો.
ટ્રાયના જણાવ્યાનુ મુજબ એરટેલ અને જીયોએ મે મહિનામાં પોતાના સબ્સ્ક્રાઇબરો વધાર્યા છે અને તેની વ્યવસ્થા ઉભી કરવામાં તેઓ સફળ રહ્યા છે. એરટેલ પાસે હાલમાં 354.86 મિલિયન સક્રિય વપરાશકર્તાઓ અને ત્યારબાદ રિલાયન્સ જીયો પાસે 383.31 મિલિયન સક્રિય સબ્સ્ક્રાઇબરો ધરાવે છે.