રૂ.229થી ઉપરના પ્રિપેઈડ પ્લાન ઉપર કોઈ પણ વધારાના ચાર્જ વગર જ હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા મળશે
જીઓ જી ભરકે… હવે તમામ જિલ્લાઓમાં જુના પ્લાન મુજબ 5જી ઉપલબ્ધ થશે. રૂ. 229થી ઉપરના પ્રિપેઈડ પ્લાન ઉપર કોઈ પણ વધારાના ચાર્જ વગર જ હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા મળશે.
ગુજરાતમાં રિલાયન્સે તમામ 33 જિલ્લા મથકો માટે નવી 5જી સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. જેનો અર્થ છે કે દરેક જીઓ યુઝર સૌથી ઝડપી ઈન્ટરનેટ સેવાનો લાભ લઈ શકશે. રિલાયન્સ તરફથી સૌથી ઝડપી ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરવા માટે દરેક જીઓ યુઝરને વેલકમ ઓફર મોકલવામાં આવશે. ખાસ વાત એ છે કે નવી ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરવા માટે કંપની પોતાના ગ્રાહકો પાસેથી કોઈ વધારાની ફી વસૂલતી નથી.
આ દિવસોમાં ગુજરાત રાજ્યનું નામ સમગ્ર દેશમાં ચર્ચામાં છે. કારણ કે ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે જ સમયે, ચૂંટણી પહેલા જ દેશના આ રાજ્યને 5જી સેવાઓની ભેટ પણ મળી છે. રિલાયન્સ જિયો ટ્રુ હવે ગુજરાતના દરેક જિલ્લાના મુખ્યાલયોમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સેવા પ્રદાન કરી રહ્યું છે. આ સાથે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં રિલાયન્સ જિયોની સર્વિસ 100 ટકા શરૂ થઈ છે. જીઓની ખાસ ઓફરમાં યુઝરને વેલકમ ઓફર હેઠળ 1 જીબી હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા મળશે. ગુજરાતના દરેક જિલ્લામાં જીઓ ટ્રુ 5જી સેવા શરૂ કરવાની સાથે, રિલાયન્સ ફાઉન્ડેશન અને જીઓ સાથે મળીને એજ્યુકેશન ફોર ઓલ હેઠળ રાજ્યની 100 શાળાઓને ડિજીટલ કરવાની પહેલ કરશે. જે બાદ અન્ય વિસ્તારોને પણ તેમાં સામેલ કરવામાં આવશે.
જીઓના વપરાશકર્તાઓને જીઓ 5જીનો લાભ લેવા માટે આમંત્રણ મળશે, જો કે તેઓ તેને સબ્સ્ક્રાઇબ કરી શકશે નહીં. જીઓ રૂ. 229 થી ઉપરની તમામ પ્રીપેડ યોજનાઓ પર 5જી સેવાઓ ઓફર કરે છે. આ શહેરોના તમામ જીઓ ગ્રાહકો તેમના હાલના પ્લાન પર 5જી સેવાઓનો લાભ લઈ શકે છે.