દુનિયાના સૌથી મોટા કુંભ મેળા માટે રિલાયન્સ દ્વારા જિયોફોન લોન્ચ કરવામાં આવ્યો. 55 દિવસ દરમિયાન 13 કરોડ જેટલા દર્શનાર્થીઓ અને યાત્રિકો પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવશે.
કુંભના આ પવિત્ર અવસર પર ડૂબકી મારવા આવતા કરોડો યાત્રિકો માટે જિયો ડીજીટલ ટિકિટ બુકીંગ, રૂટ, ઇમર્જન્સી નંબર સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવ્યું છે. આ પવિત્ર કુંભ મેળા દરમિયાન જિયોના 4G ડેટાની શક્તિ સાથે કુંભ જિયોફોન દર્શનાર્થીઓને અલગ જ અનુભવ કરાવશે. કુંભ જિયોફોન નીચે મુજબના ખાસ લાભ સાથે રજુ થવાનો છે.
કુંભ અંગે સંપૂર્ણ માહિતી
1.કુંભમેળા અંગે માહિતી
2.પ્રવાસ અંગેની જીવંત માહિતી (જેમકે ટ્રેન, બસ, વગેરે)
3.ટિકિટ બુકિંગ
4.યાત્રી આશ્રય ક્યાં આવેલા છે તેની માહિતી
5.ઈમરજન્સીના દરેક નંબર
6.વિસ્તાર, રૂટ અને નકશાઓ
7.પહેલેથી ઉપલબ્ધ ધાર્મિક કર્યો અને ન્હાવા માટેની ટાઈમટેબલ
8.રેલ્વે કેમ્પ મેળો અને અન્ય
કુંભમાં રહેવું સરળ બનાવતી વિશેષતાઓ
કુટુંબ સાથે સંપર્ક: કુટુંબીજનો અને સાથીઓ મેળા દરમિયાન ક્યાં છે તેનું ચોક્કસ લોકેશન જાણી શકાશે.
ખોયા અને પાયા: આપ કોઇથી વિખુટા પડી ગયા હોય તો તેમની પાસે કેમ પહોંચવું કે તેમની કેમ શોધવા તેની મદદ
કુંભ અંગે ધાર્મિક માહિતી
આગલા વર્ષોના કુંભના વિડીયો અને આ વર્ષે કુંભની વિશેષ ઇવેન્ટ અને કાર્યક્રમનું JioTV ઉપર જીવંત પ્રસારણ
સ્ત્રોત્ર, શ્લોક, આરતી અને ભક્તિગીત સાથે કુંભનો ૨૪ કલાક ચાલતો રેડિયો
ન્યુઝ એલર્ટ
કુંભ અને તેની આસપાસના મહત્વના સમાચારો સતત તમારી આંગળીના ટેરવે
મનોરંજન
આપની મુલાકાત અને તે પછીના મનોરંજન માટે સંખ્યાબંધ ગેમ્સ
કુંભ અંગેની રોજ ક્વીઝમાં ભાગ લો અને રોજ જીતો આકર્ષક ઇનામો
કુંભના ફોનના વિશેષ ફીચર્સ
* કુંભના આ નવા ફીચર્સ જિયોફોનના વર્તમાન અને નવા બન્ને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
* આ કુંભ ફીચર્સ જિયોસ્ટોર અને જિયોફોન થકી મેળવી શકાય છે
* રિલાયન્સ રીટેલ દ્વારા 1991 નંબર ઉપર ખાસ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે જેમાં જિયોફોન અંગેની કોઈપણ જાણકારી મેળવી શકાય છે.