- 6 જૂને થશે સ્પેક્ટ્રમની હરાજી: સ્પેક્ટ્રમ 20 વર્ષ માટે ફાળવવામાં આવશે, ઓછામાં ઓછા 10 વર્ષના સમયગાળા સ્પેક્ટ્રમને સરેન્ડર કરવાનો વિકલ્પ મળશે
રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન-આઇડિયા 6 જૂનથી શરૂ થનારી રૂ. 96,317 કરોડની સ્પેક્ટ્રમની હરાજીમાં બિડ કરશે. ટેલિકોમ કંપનીઓએ આ માટે અરજીઓ સબમિટ કરી છે.
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ સ્પેક્ટ્રમની હરાજી માટે અરજીઓ સબમિટ કરી છે. કેન્દ્ર સરકાર લગભગ રૂ. 96,317 કરોડની મૂળ કિંમતે મોબાઈલ ફોન સેવાઓ માટે 8 સ્પેક્ટ્રમ બેન્ડની હરાજી કરશે00 MHz, 900 MHz, 1,800 MHz, 2,100 MHz, 2,300 MHz, 2,500 MHz, 3,300 MHz અને 26 MHz બેન્ડમાં ઉપલબ્ધ તમામ સ્પેક્ટ્રમ હરાજીના ભાગ છે.
બેઝ પ્રાઇસ પર કુલ સ્પેક્ટ્રમ મૂલ્ય રૂ. 96,317 કરોડ છે. સ્પેક્ટ્રમ 20 વર્ષ માટે ફાળવવામાં આવશે અને સફળ બિડર્સને 20 સમાન વાર્ષિક હપ્તામાં ચુકવણી કરવાની મંજૂરી આપવામાં આવશે.
ટેલિકોમ વિભાગે ઓછામાં ઓછા 10 વર્ષના સમયગાળા પછી હરાજી દ્વારા હસ્તગત સ્પેક્ટ્રમને ’સરેન્ડર’ કરવાનો વિકલ્પ આપ્યો છે. ટેલિકોમ વિભાગ 10 મેના રોજ અરજદારોની માલિકીની વિગતો પ્રકાશિત કરશે. અરજીઓ પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 મે છે, જ્યારે બિડર્સની અંતિમ યાદી 20 મેના રોજ જાહેર કરવામાં આવશે.
અગાઉ, 2022 માં યોજાયેલી છેલ્લી હરાજીમાં, જીઓ એ 5G સ્પેક્ટ્રમ પર સૌથી વધુ 88,078 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તે જ સમયે, અદાણી ગ્રૂપની કંપનીનું નામ અચાનક બોલી લગાવનારાઓમાં ચમક્યું. જોકે, આ હરાજીમાં કોઈ નવું નામ નથી.
ટેલિકોમ વિભાગને આ વખતે હરાજીમાં ટેલિકોમ ઓપરેટર્સ તરફથી બહુ સારા પ્રતિસાદની અપેક્ષા નથી. કારણ કે ગયા વર્ષે જ કંપનીઓએ ઘણા બધા સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા. કંપનીઓનું ફોકસ સ્પેક્ટ્રમના ટોપઅપ પર રહેશે જે તેમની કામગીરીમાં છે અને તેની સમયસીમા સમાપ્ત થવા જઈ રહી છે. ટેલિકોમ વિભાગને હરાજીમાંથી આશરે રૂ. 10,000 કરોડ મળવાની અપેક્ષા છે.
ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા 1,800 MHz અને 900 MHz 4G બેન્ડમાં તેમના જૂના લાઇસન્સ રિન્યૂ કરશે.બ્રોકરેજ જેફરીઝના જણાવ્યા અનુસાર, એરટેલે આશરે રૂ. 4,200 કરોડ અને વોડાફોન આઇડિયાએ આશરે રૂ. 1,950 કરોડના એરવેવ્સને રિન્યૂ કરવા પડશે, જ્યારે માર્કેટ લીડર રિલાયન્સ જિયોએ આ વર્ષે કોઈ સ્પેક્ટ્રમ રિન્યૂ કરવાની જરૂર રહેશે નહીં.
2022ની સ્પેક્ટ્રમની હરાજીમાં, સરકારને 20 વર્ષની વેલિડિટી સાથે 72,097.85 MHz સ્પેક્ટ્રમ ઓફર કરવામાં આવ્યા હતા. રિલાયન્સ જિયોએ 5જી સ્પેક્ટ્રમ પર 88,078 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ પછી એરટેલે 43,084 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાએ 18,799 કરોડ રૂપિયા ખર્ચ્યા.