અંગ્રેજીમાં એક કહેવત છે કે, ‘બી અવેર ઓફ ધોઉઝ હુ આર સ્નેઈકસ ઈન ધ ગ્રાસ ? ( જે લોકો ઘાસમાના સાપ જેવા છૂપા દગાબાજો છે.)
આપણી વર્તમાન કેન્દ્ર સરકારે જેમની વિશ્વભરમાં ઉંચી પ્રતિમા ઉભી કરીને ટોચના નેતા સમુ બહુમાન કર્યું છે.તે આ દેશના કદાવર નેતાઓ પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ લઈ જઈને એમણે દશકાઓ દશકાઓ પહેલા આપણા દેશને ‘તૂર્કિ ટોકી અને પીળી ચામડી’નો ભરોસો ન કરવો’ એવી જે સલાહ આપી છે. એને દોહરાવવી જોઈતી હતી. અને સ્પષ્ટ પણે કહેવું જોઈતું કે, ભારતનો વિશાળ મુલક પચાવી પાડીને તમે એના ઉપર પલાંઠી વાળીને વર્ષોના વર્ષોથી ચડી બેઠા છે એ બાબતમાં શું કરવાનું છે ? કાશ્મીરના પ્રશ્ર્ને તમે મન ફાવે ત્યારે પાકિસ્તાનની (અર્થાત તૂર્કિ ટોપી)ની તરફેણ કરો છો અને ભારતના ભોગે મનગમતા લાભો મેળવતા રહો છો એ બાબતનો શું ખુલાસો તમારી પાસે છે?
આપણા વડાપ્રધાને ‘તુષ્ટિકરણ’ની રાજનીતિને બદલે આ બધું સ્પષ્ટ પણે કહી દેવાના લાભાલાભ વિચારવા જ પડશે.
‘સંસ્કૃત’માં એક એવી કહેવત છે કે, ‘આચારે, વિચારે સ્પષ્ટ વકતા સુધી ભવેત ’
નવીદિલ્હીનો ‘અબતક’નો અહેવાલ દર્શાવે છે કે ઐતિહાસીક મલ્લાપૂરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોની અદે ચીની પ્રમુખ શી ઝીનપીગની શિખર બેઠક પહેલા ચીનના યુ ટર્નને લઈને લોકોમા અને જુદા જુદા પક્ષોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે બેઠક પહેલા કાશ્મીર પર ચીનના વલણના કારણે ભારતે કઠોર પ્રતિક્રિયા આપી છે. ભારતે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જમ્મુ કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે છે અને આંતરીક મામલાથી ચીન દૂર રહે તે જરી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારે આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે.
આનો અર્થ એવો થઈ શકે કે, ચીની વડાઓ સાથેની આ વાટાઘાટો હવે પછી પણ આગળ વધારાશે
જિનપીંગની આ ભારતયાત્રા પ્રતિ જો વિશ્ર્વની મીટ હશે તો તે ઘણે ભાગે અમેરિકા, રશિયા અને અફઘાનિસ્તાન, અને પાકિસ્તાન તથા તેના મળતીયા દેશોની આ દેશોની ભાવિ રાજરમત અને રણનીતિને આ વાટાઘાટો સ્પર્શવાનો સંભવ છે.
અહીં એ વાત યાદ રાખવી પડશે કે, પંડિત જવાહરલાલ નહેએ બાન્ડુંગ-પરિષદ યોજીને પંચશિલ-કરાર કર્યા હતા., જેમાં ચીનનો સમાવેશ થયો હતો. અને એક બીજા દેશોએ બીજાની આંતરિક બાબતમાં માથું નહિ મારવાની એકસંપ રહેવાની બાંહેધરી આપી હતી એમાં પાંચ મુદ્દે કરાર થયા હતા. અને બિન જોડાણની નીતિને સમર્થન અપાયું હતુ. એના આધારે ચીન-ભારત નીકટ આવ્યા હતા અને ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’નો નાદ પણ ઘોષિત થયો હતો.
એટલામાં દલાઈ લામા અને તિબેટની ઘટના બની ચીની નેતાઓ માઓત્સેતુંગને ચાઉ એન લાઈએ પંચશીલ સંધિનો ભંગ કરીને દગાબાજી પૂર્વક અચાનક ભારત ઉપર લશ્કરી આક્રમણ કર્યું હતુ ભારતીય સેના અને નહે સરકાર ડઘાઈ ગયા હતા. ચીને એવા સંજોગો વચ્ચે ભારતનો વિશાળ મુલક બળજબરીથી પડાવી લઈને એકતરફી યુધ્ધવિરામ જાહેર કર્યો હતો.
ભારતે આ આક્રમણને વખોડી કાઢ્યું હતુ. ભારતની સંસદમાં એને લગતો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. અને ચીને પડાવી લઈનેતેના કબ્જામાં લીધેલા મુલકને પાછો લેવાની ઘોષણા કરી હતી. ચીને એને ગંભીરતાપૂર્વક લેવાને બદલે હમરા સુધી તેના ઉપર પલાંઠી વાળીને બેઠું છે.
એ પછી તેણે અણાચલ ઉપર તેનો દાવો કરીને ઉશ્કેરણી ભર્યો વિવાદ પણ સજર્યો છે.
જિપપિંગની ભારત યાત્રા વખતની આ પશ્ર્વાતભૂ છે. ભારતના વડાપ્રધાન એમને રાજીના રેડ કરે અને તેઓ વાહવાહ કરે એવું તૃષ્ટિકરણ કરીને કાંઈ ‘કાંદો’ કાઢી શકશે કે કેમ, એ જોવાનું રહેશે.
કાશ્મીરના પ્રશ્ર્ને મંત્રણા પહેલા જ તેમણે તેમની માનસિકતાનો ઈશારો કરી દીધો છે.
આ બધું જોતા જિનપિંગની આ ભારત -યાત્રા ‘અહો રૂપમ્ અહો ધ્વનિ’ અર્થાત દેખાવ પૂરતી મજાની બની રહેવાનો સંભવ છે.
સરવાળે કદાચ ‘તૂર્કિ ટોપી અને પીળી ચામડીનો ભરોસો ન કરવો’ એ સરદાર પટેલની સલાહ લાલ અક્ષરમાં લખાઈને ઉભી રહે તો નવાઈ નહિ ! ‘ચેતતા નર સદાય સુખી એ કહેવતની યાદ અમે પણ આપીએ છીએ.