મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે રૂપિયા ૧૮ લાખના ખર્ચે જિન એક્સપર્ટ એટલે કે સીબીનેટ મશીન વસવાયું છે જેનું લોકાર્પણ ગઈકાલે જિલ્લા કલેકટર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, આ મશીનને કારણે હવે ટીબીના ટેસ્ટ ફક્ત બે જ કલાક માં કરી શકાશે
મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કાંતિરાના જણાવ્યા મુજબ અત્યાર સુધી મોરબીમાં ટીબીના દર્દીઓના ટેસ્ટ માટે સેમ્પલ જામનગર અથવા ભુજ ખાતે મોકલવા પડતા હતા પરંતુ સરકાર દ્વારા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે ૧૮ લાખના ખર્ચે જિન એક્સપર્ટ એટલે કે સીબીનેટ મશીન વસવાયું છે જેને પગલે હવે ટીબીના દર્દીઓના ટેસ્ટ મોરબી ખાતે જ થશે અને માત્ર બે કલાકમાં જ દર્દીને ટીબી છે કે કેમ તે જાણી શકાશે.
વધુમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ખાનગી માં આ ટેસ્ટ કરવા માટે અંદાજે ૨ થી ૩ હજાર જેટલો ખર્ચ થાય છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે આ ટેસ્ટ કરી અપાશે એટલું જ નહીં પ્રાઇવેટ ડોકટરોને પણ આ ટેસ્ટ વિનામૂલ્યે કરી અપાશે જેથી મોરબી શહેર જિલ્લાના તમામ ક્લિનિકો ડોકટરોએ આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ મશીનમાં એચઆઇવી પોઝિટિવ દર્દીઓ તથા એક્સ્ટ્રા પ્લામોનરી દર્દીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.