માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.ત્યારે રાજકોટ જિલ્લામાં ૧૦૮ વિદ્યાર્થીઓને એગ્રષડ મેળવ્યો છે. ત્યારે રાજકોટનાં કોટક સ્કુલમાં અભ્યાસ કરતી જીનાલી શાહ એ ૯૯.૯૯ પીઆર મેળવી સ્કુલ અને રાજકોટ શહેરનુય ગૌરવ વધાર્યું છે.
જીનાલી શાહ એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુકે સૌપ્રથમ તો મારા પેરેન્ટસ, શિક્ષકનો આભાર માનુ છૂ કે જેઓ હંમેશા મને સપોર્ટ કર્યો શાળા તેમજ કલાસમાં તમને જેટલુ કામ (હોમવર્ક) આપે તે કરવું જ જોઈએ. એકસ્ટ્રાવર્ક ન થાય તો ઠીક છે પરંતુ જેટલુ આપવામાં આવે તેટલું કરશો તો ચોકકસથી સફળતા મળશે. વર્ષ દરમિયાન શાળા કલાસીસમાં જે પરિક્ષાઓ લેવાય તે આપશો તો વધારે વાચવું નહી પડે અને છેલ્લે બોર્ડની પરીક્ષામાં સારા પરિણામ મળશે. અમારે ફેમેલી બીઝનેશને આગળ લઈ જવું છે તેમજ સીએ કરવાની ઈચ્છા છે.