ગુજરાતી અભિનેત્રી જીનલ બેલાણીએ ‘બસ ચા સુધી’ની ત્રણેય સિઝનમાં લોકોનાં દિલ જીતી લીધા છે . લૉકડાઉનમાં કવિતાઓ રચનારી જીનલે અભિનેત્રી માનસી રાચ્છ સાથે મળીને બનાવી છે એક રસપ્રદ ગુજરાતી માઇક્રો વેબ સિરીઝ અને એ પણ લૉકડાઉનમાં અને લૉકડાઉન વિષે છે જે 20મી જૂન ના રિલીઝ થઈ ગઈ છે, આ યૂટ્યુબ સિરીઝમાં બે બહેનોની વાત કરવામાં આવી છે. લૉકડાઉનમાં એકલી બીજા શહેરમાં એક બહેન છે તો બીજી બહેન પરિવાર સાથે છે. બંન્નેને પોત પોતાના પ્રોબ્લેમ્સ છે અને લવ ટ્રબલ તો હોય જ ને , આ સિરીઝ ફન મસ્કા દ્વારા પ્રસ્તુત કરાઇ છે. જીનલ બેલાણી તથા માનસી રાચ્છ તેનાં સર્જકો, દિગ્દર્શક અને લેખકો પણ છે. આ કથામાં મોજ મસ્તી છે. જીનલ અને માનસી સાથે આ સિરીઝમાં ભૌમિક સંપટ, મિસ્ટર રોમેન્ટિક અંકિતનું પાત્ર ભજવે છે, એક્સ-ફ્લેમ ધ્રુવના પાત્રમાં ગૌરવ પાસવાલા છે અને કૉમિક મિસ્ટર નો ઇટ ઑલ તરીકે કેવિન દવે જોવા મળશે. આ માઇક્રો વેબસિરિઝની ઝલક તમને અહીં તેના ટ્રેઇલરમાં જોવા મળી શકે છે.
21મી જૂને તુ અને હું યુ ટ્યૂબ પર રીલિઝ થઇ ગઈ છે. અત્યાર સુધીમાં હજારો લોકો એ આ વેબસિરીઝને જોય છે અને વખાણી છે. તે પહેલાં જીનલ બેલાણીની ધ્રુવ ગોસ્વામી લિખીત અને દિગ્દર્શિત ગુજરાતી વેબસિરીઝ અધૂરી વાત પણ 12મી જૂને રિલીઝ થઇ હતી જેમા સંબંધોનાં સમીકરણો રજૂ કરાયા છે.