૧૯૪૯માં ‘બરસાત’ ફિલ્મથી યાત્રા શરૂ કરી યહુદી, અનાડી અને બ્રહ્મચારીના ફિલ્મગીતોને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો: શૈલેન્દ્રએ દોઢ દાયકામાં અવિસ્મરણીય ગીતો આપીને માત્ર ૪૬ વર્ષે ફાની દુનિયા છોડી ગયા હતા
ભારતીય ફિલ્મ જગતમાં કવિ અને ગીતકાર શૈલેન્દ્ર સુંદર હિન્દી ફિલ્મી ગીતો આપ્યા હતા. ૧૯૫૦ થી ૧૯૬૦નો દશકો સૌથી સફળ રહ્યો. શૈલેન્દ્ર-હસરત જયપુરીની ગીતકાર જોડી અને સંકર જયકિશનનું સંગીત હોય એટલે સુંદર-મધુરા ગીતો હોય. ગાયક મુકેશનો સ્વરને રાજકપુરની ફિલ્મ ગીતોને ચાર ચાંદ લગાવી દેતા.
૩૦ ઓગસ્ટ ૧૯૨૩ના રાવલપીંડી પાકિસ્તાનમાં જન્મ થયો. તેઓ માત્ર ૪૩ વર્ષે ૧૪ ડિસેમ્બર ૧૯૬૬ના રાજે મુંબઈ ખાતે અવસાન થયું. માત્ર બે દશકાના તેના ગીતો આજે પણ લોકો યાદ કરી રહયાં છે. શૈલેન્દ્ર એ ૧૯૪૯માં રાજકપુરની બરસાત ફિલ્મથી ગીતકાર તરીકે કારકિર્દી ારૂ કરી હતી. માત્ર ૫૦૦ રૂા.માં બે ગીતો લખ્યા જે પતલી કમર હૈ અને બરસાત મેં હમસે મીલે જે ખુબજ હિટ થયા હતા. ૧૯૫૧માં આવારા ફિલ્મમાં “આવારા હું જેવા ગીતથી તે ટોચ પર પહોંચી ગયા. આ ગીત ભારત તેમજ એ જમાનામાં વિદેશોમાં પણ પ્રખ્યાત થયું હતું. બાદમાં ૧૯૫૫માં શ્રી ૪૨૦ ફિલ્મ રીલીઝ થઈ ને બધા ગીતો હીટ થયા. “પ્યાર હુઆ ઈકરાર હુઆ આજે પણ લોકો ગાય છે.
૧૯૬૨માં આવેલી રંગોલી ફિલ્મના ગીત “છોટી સી યે દુનિયા ખુબજ પ્રચાલિત થયું હતું. શંકર-જયકિશને નિર્માતા બીજા ગીતકારને લેવા માંગતા હતા પણ ભલામણ કરીને શૈલેન્દ્ર પાસે ગીતો લખાવ્યા જે ખુબ જ હિટ થયા હતા. તેમણે વિવિધ સંગીતકારોમાં સલિલ ચૌધરી (મધુમતી), એસ.ડી.બર્મન (ગાઈડ-બંદિની અને કાલા બાઝાર) રવિ સાથે (અનુરાધા) સાથે હિટ ગીતો બનાવ્યા તેવી જ રીતે નિર્માતા બિમલ રોય (દો બીઘા જમીન, મધુમતી-બંદિની) અને દેવાનંદ સાથે ફિલ્મ ગાઈડના ગીતો લખ્યા હતા.
૧૯૬૬માં તેમણે “તીસરી કસમ ફિલ્મ બનાવી જેમાં મોટુ રોકાણ કર્યુને ફિલ્મ નિષ્ફળ ગઈ, ખોટ ગઈ. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો પણ આર્થિક મુશ્કેલીમાં આવેલા શૈલેન્દ્રનું મૃત્યુ થઈ ગયું. આ ફિલ્મ ખુબજ વખાણાઈ હતી. આ ફિલ્મ અને બાકી રહેતી ફિલ્મોના ગીતો તેમના પુત્ર શૈલી શૈલેન્દ્રએ પૂર્ણ કર્યા હતા. રાજકપૂરે તેને તેના પિતાએ લખેલા ગીતો પૂરા કરવાનું કહેલ હતું. જેમાં ‘મેરા નામ જોકર’ના ગીતો ‘જીના યહાં મરના યહાં’ પિતાના મુખડાને પુત્ર શૈલી શેલેન્દ્રએ પૂરું કરેલ હતું. ગીતકાર ગુલઝારે ઘણીવાર કહ્યું હતું કે, શૈલેન્દ્ર ફિલ્મ જગતના મહાન ગીતકાર હતા.
શૈલેન્દ્રને ત્રણ વખત શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળેલ હતો. જેમાં યે મેરા દિવાના પન હે (યહુદી-૧૯૫૮), સબ કુછ શીખ હમને (અનાડી ૧૯૫૯) તથા મેં ગાઉ તુમ સો જાવો (બ્રહ્મચારી ૧૯૬૮) ફિલ્મો સામેલ છે. ગીતકાર શૈલેન્દ્રની હિટ ફિલ્મોમાં મધુમતી, તીસરી કસમ, યહુદી, શ્રી ૪૨૦, સીમા, ચોરી ચોરી, પરખ, રાજકુમાર, દિલ એક મંદિર, આવારા, ગાઈડ, સંગમ, અનાડી, કાલા બાઝાર, દિલ અપના ઔર પ્રીત પરાઈ, બરસાત, સંગીત સમ્રાટ તાનસેન, મેરા નામ જોકર, મેરી સુરત તેરી આંખે, ઈવનીંગ ઈન પેરીસ, બ્રહ્મારી જેવી વિવિધ ફિલ્મોમાં શ્રેષ્ઠ ગીતો લખ્યા હતા. ૧૯૪૯ થી ૧૯૬૬ સુધી માત્ર ૧૭ વર્ષમાં તેમણે અદભૂત ગીતો ફિલ્મ જગતને આપ્યા હતા. પ્રથમ ફિલ્મ બરસાતને છેલ્લી ફિલ્મ તીસરી કસમ હતી. ૨૦૧૩માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.
તેમના હિટ ગીતોની લાંબી યાદી થઈ શકે છે પણ શ્રી ૪૨૦નું “મેરા જુતા હે જાપાની, મધુમતીનું “સુહાના સફર ઔર યે, સીમા ફિલ્મનું ગીત “તુ પ્યાર કા સાગર હૈ, દિલ એક મંદિરનું “યાદે ન જાયે બીતે દિનોકી, આવારા ફિલ્મનું ટાઈટલ ગીત તથા “સજન રે જુઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ, ફિલ્મ તીસરી કસમ જેવા ઘણા લોકપ્રિય ગીતો લખ્યા છે. આજે તેમના ઘણા ગીતો રીમીકસ થઈને આપણને સાંભળવા મળે છે. જૂના ગીતકારોના ગીતોના શબ્દોની તાકાત હતી જેમાં સુમધુર ગાયકો સાથે શ્રેષ્ઠ સંગીતકારો ધુનથી અવિસ્મરણીય ગીતો આપણને ૧૯૫૦ થી ૭૦ના દાયકામાં આપણને મળ્યા છે. જે ક્યારેય ભૂલી નહીં શકાય.
હિન્દી ફિલ્મજગતના શ્રેષ્ઠ ગીતોની ગીતકારની વાત થાય ત્યારે શૈલેન્દ્ર હસરત જયપુરીના નામ પ્રથમ જ આવે તે બન્ને સાથે શંકર-જયકિશન જેવા સંગીતકારો ઉમેરાતા શ્રેષ્ઠ કર્ણપ્રીય-મીઠડાં ગીતો બન્યા છે.શૈલેન્દ્ર જેવા ગીતકારે માત્ર દોઢ દાયકામાં હિન્દી ફિલ્મોમાં શ્રેેઠ ગીતો આપ્યા હતા. તેમનું ફિલ્મ શ્રી ૪૨૦નું ગીત “મેરા જૂતા હે જાપાની ૨૦૧૬માં હોલીવુડ ફિલ્મ “ડેડપુલમાં જોવા મળ્યું હતું.
ગીતકાર શૈલેન્દ્રના હિટ ગીતો
- * તુ પ્યારકા સાગર હૈ… (સીમા)
- * યે રાત ભીગી ભીગી… (ચોરી-ચોરી)
- * મેરા જુતા હે જાપાની… (શ્રી ૪૨૦)
- * ગાતા રહે મેરા દિલ… (ગાઈડ)
- * હર દિલ જો પ્યાર કરેગા… (સંગમ)
- * સબ કુછ શીખા હમને… (અનાડી)
- * જીના યર્હાં મરના યર્હાં… (મેરા નામ જોકર)
- * સજન રે જુઠ મત બોલો… (તીસરી કસમ)
- * મે ગાઉં તુમ સો જાવો… (બ્રહ્મચારી)
- * ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાન… (કાલા બાઝાર)
- * આવારા હું… (આવારા)
- * યાદે ન જાયે… બીતે દિનો કી… (દિલ એક મંદિર)
- * યે મેરા દિવાનાપન હૈ… (યહુદી)
- * છોટી સી યે દુનિયા, પહચાને રાસ્તે હૈ… (રંગોલી)
- * પ્યાર હુઆ, ઈકરાર હુઆ… (શ્રી ૪૨૦)
શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ
ગીતકાર શૈલેન્દ્રને ત્રણ વખત સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો એ ફિલ્મ હતી “યહુદી-“અનાડી અને “બ્રહ્મચારી જેને આજે પણ લોકો યાદ કરે છે.
- * ૧૯૫૮ – યે મેરા દિવાનાપન હૈ… ફિલ્મ “યહુદી
- * ૧૯૫૯ – સબ કુછ શીખા હમને… ફિલ્મ “અનાડી
- * ૧૯૬૮ – મે ગાઉં તુમ સો જાવો… ફિલ્મ “બ્રહ્મચારી