શિવધારા સોસાયટીની યુવતીએ પિયરમાં ગળેફાંસો ખાધો: સુખસાગર સોસાયટીની યુવતીએ ટ્રેન નીચે પડતુ મુકતા કટકે કટકા થયા.
શહેરમાં બે યુવતી અને એક યુવાને ગળાફાંસો અને ટ્રેન નીચે પડતું મુકી જીવનનો અંત આણ્યાનું પોલીસમાં નોંધાયું છે. ત્રણેય આપઘાત અંગે પોલીસે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માલધારી સોસાયટીમાં રહેતા અને જીમ સંચાલક મેહુલ ધનજીભાઇ ડાભી નામના ૨૬ વર્ષના યુવાને પોતાના ઘરે પંખાના હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરતા બી ડિવિઝન પી.એસ.આઇ. ઝાલા સહિતના સ્ટાફે મેહુલ ડાભીએ શા માટે આપઘાત કર્યો તે અંગે તપાસ હાથધરી છે. મૃતક મેહુલની સગાઇ નક્કી થયા બાદ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઇ ગયો છે.
શિવધારા સોસાયટીમાં રહેતી પાયલબેન સાગરભાઇ ગમારા નામની ૨૨ વર્ષની પરિણીતાએ પોતાના પિયરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે. પાયલબેનના આઠ માસ પહેલાં જ લગ્ન થયા હતા તેણીના માતા-પિતા બહાર ગયા તે દરમિયાન ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મોરબી રોડ પર આવેલા સુખસાગર સોસાયટીમાં રહેતા ગીતાબેન રણછોડભાઇ ભુરીયા નામની ૩૦ વર્ષની પરિણીતાએ મોરબી રોડ પર ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરતા ગીતાબેનના કટકે કટકા થઇ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. મૃતક માનસિક બીમાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.