ચેતજો સોશિયલ મીડિયામાં ફોટો અવા વીડિયો શેયર કરતા પહેલા તે કેટલું નુકશાનકારક સાબીત થશે
આજના સોશીયલ મીડિયાના જમાનામાં આપણે સતત સોશીયલ મીડિયા સાથે સંકળાયેલા રહીએ છીએ. એક દિવસમાં કઈ કેટલાએ વીડિયો અને ફોટો શેયર કરતા હોઈએ છીએ. ત્યારે ચેતવાનો સમય આવી ગયો છે. કારણ કે, આપણે જ શેયર કરેલ ફોટો અવા તો વીડિયો કોઈને પણ કેવી અસર કરે છે તે આપણે વિચાર્યા બાદ આ વીડિયો અને ફોટોને શેયર કરવા જોઈએ.
વલસાડમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં વલસાડની આરએમ અને વીએમ સાર્વજનિક વિદ્યાલયને નુકશાન પહોંચાડે તેવો વીડિયો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો હતો. આવનારા સમયમાં જીગ્નેશ મેવાણી પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. વલસાડ પોલીસમાં જીગ્નેશ મેવાણી દ્વારા તા.૨૦ના ટ્વીટર પર શેયર કરેલ વીડિયો સાર્વજનિક વિદ્યાલયને નુકશાનકારક હોય આચાર્યની ફરિયાદને અનુસંધાને સનિક કોર્ટ દ્વારા જીગ્નેશ મેવાણીને કસુરવાર ગણાવ્યો હતો. જેના પગલે જીગ્નેશ મેવાણીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા જીગ્નેશ મેવાણીને બે દિવસની રાહત આપવામાં આવી છે. સોમવાર સુધી જીગ્નેશ મેવાણીને પોલીસ ધરપકડ નહીં કરી શકે.
આ કિસ્સામાં સ્કૂલને નુકશાનકારક વીડિયો શેયર થયો છે તે વલસાડ સ્કૂલનો વીડિયો ન હોતા
વિદેશની સ્કૂલનો વીડિયો હોય જે વીડિયોને વલસાડની આરએમ અને વીએમ સાર્વજનિક વિદ્યાલયસાથેસરખાવતા
આ મામલો સામે આવ્યો હતો. જેમાં જીગ્નેષ મેવાણી દ્વારા પોતાના ટવીટર એકાઉન્ટમાં શેયર
કરાયેલ વીડિયોમાં એક વિર્દ્યાથીને ઢોર માર
મારવામાં આવેલ તેવું દર્શાવવામાં આવેલ છે. જેના પગલે સનિક કોર્ટે પોતાનો હુકમ
દર્શાવી દીધેલ છે. ત્યારે જોવાનું રહ્યું કે, આગામી સમયમાં
જીગ્નેશ મેવાણીને સોશીયલ મીડિયાનો વાયરસ કેટલો નુકશાન પહોંચાડે છે.