લોક ગાયક જીગ્નેશ કવિરાજનું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની દસમી યાદી આજે જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે પણ 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લોક ગાયક જીગ્નેશ બારોટ(જીગ્નેશ કવિરાજ) ચૂંટણી લડી શકે છે.

ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ વખતે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તેઓ ખેરાલુ બેઠક પર અપક્ષ ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, લોક ગાયક જીગ્નેશ કવિરાજનું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. તેઓ ખેરાલુ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી શકે છે.  જીગ્નેશ બારોટનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.તેમના દાદા, પિતા, કાકા અને મોટાભાઈ પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા. તેમને પણ નાનપણથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો.જીગ્નેશ કવિરાજે ધોરણ 8 સુધી જ અભ્યાસ કરેલો છે. તેઓએ પોતાની કળા થકી ખૂબ જ નામ મેળવ્યું છે. આજે જીગ્નેશ કવિરાજનું નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં છવાયેલું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.