મહુવા તાલુકાના ભાણવડ ગામે યુ.ટયુબ હીરો જીગલી-ખજૂરની ટીમ વાવાઝોડાથી અસરગ્રસ્તોની વહારે આવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડયું હતુ આ સાથે ટીમ દ્વારા લોકોને હસાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહુવા તાલુકાના ભાણવડ ગામે યુ.ટ્યુબ હીરો જીગલી-ખજૂર ની ટીમ દ્વારા લોકોની મદદ માટે વહારે આવી હતી. અને લોકોને દિવસ રાત હસાવવાનો પ્રયત્ન કરી રહેલ. અને ખજૂરભાઈ છેલ્લા 25 દિવસથી સૌરાષ્ટ્રના વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તરોમાં મદદે માટે પહોંચ્યા હતા. અને્ તેમનુ પોતાના વતન મહુવા તાલુકાના ભાણવડ ગામે આવ્યા હતા. અને અસરગ્રસ્ત લોકોને મકાન બનાવી આપ્યા હતા.
જેમકે નલિયા,પતરા અનાજની કીટ જેવી અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીગલી-ખજૂર ની ટીમ દ્વારા નળીયા ભરેલ ટ્રકમાં મુસાફરી કરી અસરગ્રસ્તોની મદદ કરતાં નજરે પડયા હતા. અને જીગલી-ખજૂરની ટીમ તેમજ જુનિયર બચ્ચન તરીકે જાણીતા પીનકીનભાઈ અને ગામના સરપંચ શક્તિભાઈ ભૂકંણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખજૂરભાઈ (નીતિનભાઈ જાની) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે , અને વતન પ્રત્યે દરેકે વફાદાર રહેવું જોઈએ. અને થાઈ એટલી મદદ કરવી અને હું કોઈ ઉપકાર કરવા નથી આવ્યો.
માત્ર મારી ફરજ નિભાવી રહ્યો છું. તેવું જણાવવામાં આવ્યું હતું. અને જીગલી-ખજૂરની ટીમ દ્વારા જ્યાં-જ્યાં તૌકતે વાવાઝોડાથી નુકસાન થયું છે, ત્યાં સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ અને લોકોની મદદ માટે પહોંચ્યા હતા. જીગલી-ખજૂરની સમગ્ર ટીમ આ કાર્ય કરવા બદલ લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.. આને કહેવાય માનવતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું….