સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા નાતજમણ, મહાપુજા નગર શોભનનું અનેરું આયોજન

ભારત સહીત સમગ્ર વિશ્વમાં વસ્તા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન જુલેલાલ જયંતિ ચેટીચાઁદ ની જામનગરમાં ભવ્ય ઉજવણીની એક આગવી પરંપરા મુજબ આ વર્ષે પણ આવતીકાલે 23 માર્ચએ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ચેટીચાંદ ઝુલેલાલ જયંતિ મહોત્સવ માટે જામનગર સિંધી સમાજનાન પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણીની આગેવાનીમાં આયોજન માટેની બેઠક 19-2 ને રવિવાર સખખર સિંધી પંચાયત વાડી ખંભાળીયા નાકા ખાતે આયોજન અંગેની બેઠક મળી હતી.

જામનગર સિંધી સમાજ ના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી ના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ 23/03/2023, ગુરૂવારના રોજ હિન્દુ સિંધી સમાજ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી ની જન્મજયંતી ” ચેટીચાંદ ” ની ઉજવણી ના ભાગરૂપે સમસ્ત સિંધી સમાજ ની ગત તારીખ 19/02/2023, રવિવાર ના રોજ ખંભાળિયા નાકા પાસે આવેલ શ્રી સખખર સિંધી પંચાયત ની વાડી ખાતે બેઠક મળી.

આ બેઠક માં હિન્દુ નવવર્ષ ગુડી પડવો તેમજ સિંધી સમાજ નું નૂતનવર્ષ ચેટીચાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ  આનંદ હર્ષલ્લાસપૂર્વક ઉજવણી ના ભાગરૂપે સવારે 05:00 કલાકે શ્રી ઝુલેલાલ મંદિર,જુના રેલ્વેસ્ટેશન ખાતે આરતી બાદ કેક કાપી મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે જ્યારબાદ દર વર્ષે ની જેમ સમાજ ના બાળકો માટે યજ્ઞોપવિત્ર નું વિશેષ સમાજીક કાર્યકમ કરવામાં આવે છે ત્યારબાદ સમસ્ત સિંધી સમાજદ્વારા ભાઈઓ બહેનો યુવાઓ દ્વારા સંગઠનાત્મક થઈ મહા બાઈક રેલી નું આયોજન કરાયું છે જે બાઈક રેલી શહેર ના સાધના કોલોની સ્થિત ઝુલેલાલ મંદિર થી પ્રસ્થાન થઈ નગરભ્રમણ કરી ઝુલેલાલ મંદિર જુના રેલ્વે સ્ટેશન ખાતે પૂર્ણ કરવામાં આવશે.

જ્યારબાદ બપોરે 03:00 કલાકે નાનકપુરી ખાતે થી સમાજ દ્વારા ઝુલેલાલ જયંતી ચેટીચાંદ નિમિતે ની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં સમાજ ના અનેક મંડળો સંસ્થાઓ દ્વારા વિવિધ અલગ અલગ ધાર્મિક વૈવિધ્યતા સાથે ના ફ્લોટ્સ તૈયાર કરી તેમજ પરંપરાગત સિંધી પહેરવેશ અને અનેક વેશભૂષા ધારણ કરી અનેકો આ શોભાયાત્રાની શાન માં રંગ ભરી દેતા હોય છે આ શોભાયાત્રા નગરભ્રમણ કરી શહેરના ઝુલેલાલ મંદિરે પૂર્ણ કરવામાં આવશે   શોભાયાત્રા માં ભાગ લેનાર તમામ ફ્લોટ્સના મંડળોને શ્રી ઝુલેલાલ મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવશે તેમજ જુના રેલ્વેસ્ટેશન શ્રી ઝુલેલાલ મંદિર સામે હરિદાસ (બાબુલાલ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્લોટ માં જ્ઞાતિસમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે જામનગર સિંધી સમાજ ના ચેરમેન અને પૂર્વ વિકાસમંત્રી પરમાનંદ ખટ્ટર,  પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, પૂર્વપ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી, સેક્રેટરી કિશોર સંતાણી સહિત ઉપપ્રમુખ કરમચંદ ખટ્ટર, હેમંત દામાણી, હરેશ ગનવાણી, પ્રકાશ હકાણી, હિરેન માવાણી તથા ખજાનચી ચેતનદાસ મુલચંદાણી તથા સેક્રેટરી કીશનચંદ ધીંગાણી, મનીષ રોહેરા, મુકેશકુમાર લાલવાણી, શંકરલાલ જેઠાલાલ,પરસોતમ કકનાણી, દ્રોપદી સંતાણી તથા ઓડીટર જેઠાનંદ લાલવાણી તેમજ લીગલ એડવાઈઝર મહેશ તખ્તાણી અને કોઓડીનેટર પ્યારેલાલ રાજપાલ, માયાબેન ધિંગાણી, ધનરાજ મંગવાણી, ભગવાનદાસ ભોલાણી, ચેતન શેઠીયા સહિત સમગ્ર ટીમ અને યુવા મંડળો તેમજ સમાજ ના મંડળો અને સંસ્થાના લોકો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.