ઝારખંડની રાજધાની રાંચી સ્થિત રાજય સરકારના મંત્રીએ વિધાનસભા સંકુલમાં જ શરાબની એટલે કે દારૂની દુકાન ખોલવાની વિચિત્ર ભલામણ કરી છે. ૩૩ વર્ષીય યુવા સાંસદ કૃણાલ સારંગે આવી ચિત્ર-વિચિત્ર ભલામણ કરીને સૌ કોઈને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દીધા છે.
ઝારખંડના વિપક્ષ મુકિત મોરચાના સાંસદ કૃણાલ સારંગની આવી ચિત્ર-વિચિત્ર ભલામણ અંગે રાજયના શ્રમ મંત્રી રાજ પાલિવાલે કહ્યું કે, અમને કૃણાલના આવા નિવેદનથી જરાય અફસોસ કે આશ્ર્ચર્ય નથી આ કોઈ નવાઈની વાત નથી. તેમણે આ પહેલા પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું અને ખુદને અને પોતાના રાજકીય પક્ષને શરમજનક સ્થિતિમાં મુકી દીધા હતા. ઝારખંડના શહેરી વિકાસ મંત્રી વી.પી.સિંઘે જણાવ્યું હતું કે, યુવા સાંસદને આવું નિવેદન કરવું શોભનીય નથી. તેમણે આવી ભલામણ કે માંગ કરવી જોઈએ નહીં.
જન મુકિત મોરચાના યુવા સાંસદ કૃણાલ સારંગે તાજેતરમાં આવું નિવેદન આપ્યું હતું.તેઓ વિપક્ષમાં છે એટલે સમાચારની સુરખીઓમાં રહેવા માટે આવું ચિત્ર-વિચિત્ર અને નવાઈ પમાડે તેવું નિવેદન કરતા રહે છે. આનાથી વિરુઘ્ધ એક જન મુકિત મોરચાના સિનિયર નેતાએ પાડોશી રાજય બિહારની જેમ ઝારખંડમાં પણ દા‚બંધી લાદી દેવાની માંગ કરી હતી ત્યારે તેમના જ પક્ષના એક યુવા સાંસદ તેમનાથી સામે પાટલીએ જઈને બેસી ગયા છે.