ચૂંટણીમાં અન્ય જ્ઞાતિના ઉમેદવારોની ઉમેદવારી રાખવા અંગે નિર્ણય લેવાશે
૨૦૧૮-૨૧ ના સમયગાળા માટે ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજના હોદેદારો માટે આગામી રવિવારે ચુંટણી જાહેર કરાયેલ છે.
બંધારણીય મુજબ ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની હોય તેઓ જ આ ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે તે સિવાયના કોઇપણ વ્યકિત પછી ભલે તેઓ આ સમાજના સભ્ય તરીકે નોંધાયેલ હોય તો પણ તેઓ અન્ય પેટા સોની સમાજની હોય તો ઉમેદવારી નોંધાવી શકે નહીં કે ચુંટાઇ શકે નહી કે કોઇ જ હોદો ધરાવી શકે નહી આવતીકાલે સોની સમાજની સામાન્ય સભાની વિગત આપવા દીલીપભાઇ રાણપરા, જગદીશભાઇ રાણપરા, કિશોરભાઇ ફીચડીયા, મુકુંદભાઇ આડેસરા, અને નેમીષભાઇ પાટડીયાએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.
તેઓએ જણાવ્યું હતું કે આગામી રવિવાર કારોબારીની ચુંટણીમાં એક ઉમેદવાર તરીકે મુકેશભાઇ ચીમનલાલ ગુસાણી નામના વ્યકિતએ ઉમેદવારી નોંધાવી છે.
જેમની ઉમેદવારી બંધારણ મુજબ કાયદેસર નથી કે માન્યતા પ્રાપ્ત નથી. તેથી તાત્કાલીક ધોરણે મુકેશભાઇ ગુસાણી નામના વ્યકિતની ઉમેદવારી રદ કરવા ચુંટણી નિયામકને પણ રજુઆત કરી છે. જે અંતગત આવતીકાલે અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે રાત્રે ૯ થી ૧૧ દરમિયાન સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વ જ્ઞાતિના નિર્ણય મુજબ અન્ય જ્ઞાતિના ઉમેદવારની ઉમેદવારી નોંધાવી કે કેમ? અને પેનલ સિવાયની કોઇ વ્યકિતઓની ઉમેદવારી હોય તો તેમને અલગ નિશાન ફાળવવામાં આવે તેવી પણ રજુઆત કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,