ફડચામાં ગયેલી મંડળીને પુન:જીવીત કરી વધુ 2.50 કરોડની ઉચાપતનું ભૂત ફરી ધુણ્યું
નિવૃત ફડચા અધિકારી અને વઢવાણ યાર્ડના ચેરમેન સહિત 11 સામે ગુનો નોંધાયા
ફડચામાં ગયેલી ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળી પુન: જીવિત કરી અને 2.50 કરોડ રૂપિયાની ઉચાપત મામલે સુરેન્દ્રનગર કોર્ટના આદેશથી સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ફરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે 11 જેટલા લોકો સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે સહકારી મંડળીનું સૌથી મોટું કૌભાંડ આ સુરેન્દ્રનગર જિલ્લાનું ગણવામાં આવી રહ્યું છે અનેક મોટા દિગજ્જ માથાઓ આ કૌભાંડ સકડાયેલા હોવાનું બહાર આવ્યું છે.
ત્યારે આ મામલે હાલની પરિસ્થિતિ મુજબ સીટી પોલીસને તપાસ કામગીરી સોંપવામાં આવી છે અને આ મામલે સીટી પોલીસ તપાસ કામગીરી હાથ ધરી વગેરે પ્રકારના પુરાવાઓ પણ હાથ ધરી રહી છે કે સૌથી મોટું કૌભાંડ મંડળીનું બહાર આવી શકે તેમ છે કારણ કે કડક પૂછપરછ બાદ જે મંડળીના અન્ય સભ્યો છે તેમના વિવિધ પ્રકારના નિવેદનો લેવામાં આવ્યા છે અને આ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ આ કેસમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની તપાસ કામગીરી હાથ ધરવામાં ન આવી હોવાની શંકા જતા ફરી એક વખત સુરેન્દ્રનગરની ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા સીટી પોલીસને ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ખાસ કરીને આ મંડળીમાં ફડચામાં લઈ જઈ અને ત્યારબાદ મંડળીના મૃતક સભ્યોની સહીઓ પણ કરી નાખવામાં આવી છે અને 2.50 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે ઉચાપતને લઈ અને આ સૌથી મોટું સહકારી મંડળીનું કૌભાંડ ગણી શકાય તેમ છે કારણ કે આમાં અનેક દિગજ માથાઓ સામેલ છે જેમાં અમુક નામો રાજકીય આગેવાનોના પણ હોવાનું બહાર આવ્યું છે જેમાં ખાસ કરીને વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તેમની પણ આ પ્રકરણમાં હોવાનું બહાર આવ્યું છે તેમની સામે પણ ફરી એક વખત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ત્યારે આ મામલે હાલમાં જે ઉચાપત કરનારાઓ છે તેમના દ્વારા બચાવ અર્થે ઘણા ખરા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા આ મામલે તટસ્થ તપાસ થાય અને જે ઉચાપત થઈ છે તે તમામ પ્રકરણ બહાર આવે અને યોગ્ય કાર્યવાહી ઉચાપત કરનારાઓ સામે થઈ શકે તે પ્રકારના વિવિધ પુરાવાઓ તથા જે જીવિત લોકો આ મંડળીના સભ્યો છે
તેમના નિવેદનો તથા તેમની પાસે રહેલા પુરાવાઓ તથા અન્ય વસ્તુઓ એકત્રિત કરવામાં આવી રહી છે ગુનો દાખલ કર્યાને એક મહિના જેટલો સમયગાળો થઈ ચૂક્યો છે આ મામલે સીટી પોલીસે કાગળ કામ હાથ ધરી અને કાર્યવાહી હાથ ધરી છે.