ફાર્મા પ્રોડકટ ઓર્ગે. દ્વારા 6 મહીનામાં લાખોની ઓર્ગેનીક પેદાશોનું વેચાણ
સુરેન્દ્રનગર ફાર્મર પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન થકી 6 મહિનામાં 10 લાખથી વધુનું વેચાણ કર્યું.સુરેન્દ્રનગર જિલ્લાને ઝેરમુક્ત ખોરાક બનાવવા માટે ખેડૂતોને ફરી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રયાસો કરાયા હતા. જેમાં જિલ્લાના 542 ગામોના 22123 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી હતી. જેમાં જીવામૃત, ગાય આધારીત ખેતી અપનાવતા રસાયણીક ખાતરોનો ઉપયોગ ઘટ્યો છે. જેના કારણે એક વર્ષમાં યુરીયા, ડીએપી, એમઓપી સહિત રાસાયણીક ખારતરો વપરાશ ઘટતા 100 કરોડ રૂપિયાની રસાયણીક ખાતર પાછળની સહાય બચત થઇ છે.
ભારત ખેતી પ્રધાન દેશ છે પ્રચીન કાળથી અહીં પ્રકૃતિ આધારીત ખેતી ચાલતી હતી. પરંતુ આધુનીક યુગમાં વધુ ઉપજ માટે વધતા રાસાયણીક ખાતરોના ઉપયોગના કારણે જમીન ખરાબ થવા સાથે ખોરાક પણ ઝેરી થઇ રહ્યા છે. ત્યારે હાલ ખેડૂતોને ફરી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તંત્રે પ્રયાસ હાથ ધરતા 542 ગામોના 22123 ખેડૂતોએ પ્રાકૃતિક જીવામૃત અને ગાય આધારીત ખેતી અપનાવતા રસાયણીક ખાતરો પર નિર્ભરતા ઘટી છે.
રસાયણીક ખાતરો પર નિર્ભરતા ઘટી
આ અંગે નાયબ ખેતીનિયામક આત્માપ્ રોજેક્ટ ડિરેક્ટર ભરતભાઇ પટેલે જણાવ્યુ કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જિલ્લામાં સેમિનાર, સફળ ખેડૂતો ફાર્મ વિઝીટ, જીવામૃત સહિત થકી ખેતી તરફ વાળવા પ્રયાસ કરાયો હતો. જેના કારણે વર્ષ 2020-21ની સાપેક્ષમાં વર્ષ 202-22 માં યુરિયા ખાતરમાં 13,753 મેટ્રિક ટન એટલે કે 3,05,642 થેલી યુરિયાનો ઘટાડો થયો છે. જેના કારણે 90 કરોડથી પણ વધારે ભારત સરકારની સહાય બચાવી છે.
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારીએ અને ઝાલાવાડને ઝેર મુક્ત બનાવીશુ
એ જ પ્રમાણે ડીએપી ખાતરમાં 4618.9 મેટ્રિક ટન ખાતરનો ઘટાડો થયો છે એટલે કે 92,378 થેલી ડીએપીનો વપરાશ ઘટ્યો જેના કારણે 10 કરોડથી પણ વધારે સહાય ડીએપી પાછળ બચાવી છે. આ ઉપરાંત પોટાશ ખાતરમાં 1960 થેલી અને અન્ય ખાતરોમાં 1,94, 242 થેલીનો ઘટાડો વર્ષ 2021 -22માં વર્ષ 2020-21ની સરખામણી કૃષિનો વ્યાપ વધવાને કારણે થયો છે. આવો આગામી સમયમાં આ પ્રાકૃતિક કૃષિનાજન આંદોલનને વધુ વ્યાપક બનાવીએ અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારીએ અને ઝાલાવાડને ઝેર મુક્ત બનાવીશુ.
પ્રાકૃતિક ખેતી થકી સારૂ ઉત્પાદન, જમીન ફળદ્રુપ બની
પ્રાકૃતિક રીતે થતી ખેતીમાં રસાયણઅને દવાઓના કારણે ફળદ્રુપતા ઘટવા સાથે પાકના પોષકદ્રવ્યોને અસરથાય છે. હું ગૌતમગઢ ગામે આવેલી રામબાગઢ ઓર્ગેનીક ફાર્મમાં વર્ષ 2016થી ઓર્ગેનીક ખેતી કરૂછું. જેમાં પાકમાં ઓર્ગેનીક ખાતર અને ગૌમુત્ર આધારીત દવાની મદદથી ઉગાડવાથી સારૂ ઉત્પાદન સાથે જમીનની ફળદ્રુપતા સારી રહે છે. જ્યારે પાકમાં મુલ્યવર્ધન કરી લીંબુના ખાટુ, તીખુ, મીંઠુ અથાણુ બનાવી ગ્રાહકોને હોમ ડિલીવરી થકી આવક મેળવુ છું. – હમીરસિંહ પરમાર ( જિલ્લા પ્રાકૃતિક ખેડૂત સંગઠન અધ્યક્ષ)