મુળ કલકતાના શ્રમિકે ઘરેણા અને સોનાના ટુકડા બઠાવી છનન
વેરાવળ જવેલર્સની દુકાનમાં કામ કરતો મુળ કલકતાનો રહેવાસી કારીગર ખુલ્લી તિજોરીમાંથી સોનાના દાગીના અને સોનાના ટુકડા મળી રૂ.૧૦.૬૩ લાખની ચોરી કરી નાસી ગયો હતો. વેરાવળ ખોજાખાના રોડ પર કુમાર કલોથ વાળી ગલીમાં આવેલી શેફાન જવેલર્સ સોનાના દાગીના બનાવતી દુકાનનાં માલિક મુળ પશ્ચીમ બંગાળના અને હાલ વેરાવળ અલહરમ સોસાયટીમાં રહેતા શબ્બીરભાઈ શાહઝાન ઈઝરાય મંડલની દુકાનમાંથી તા.૧૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ તેમની દુકાનમાં કામ કરતા કારીગર મુળ કલકતાના શહેનગરના રહેવાસી સદામ શેખે ખુલ્લી તિજોરીમાંથી સોનાના દાગીના અને બિસ્કીટના ટુકડા મળી ૧૦,૬૩,૬૦૦ની ચોરી કરી નાસી ગયો હતો. શબ્બીરભાઈએ એક માસ જેટલો આ કારીગર રાહ જોઈ હતી પરંતુ આ કારીગર પરત ન ફરતા અને તેની ભાળ પણ ન મળતા વેરાવળ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કારીગર વિરુઘ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.