સતત ત્રણ વર્ષની સફળતા બાદ માનૂનિઓને મનભાવન જવેલરી સહિતની વસ્તુઓ માટે ગેહના એક્ઝિબિશનનો પ્રારંભ
રાજકોટની જનતા ફેશનપ્રિય છે. ત્યારે અવાર નવાર ફેશનને લગતા અવનવા એકિઝબિશન રાજકોટમાં થતા રહે છે. ત્યારે રાજકોટના સિઝન્સ હોટેલના ગ્રાઉન્ડમાં સતત ચોથા વર્ષે ગેહના જવેલરી એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓલઓવર ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજયોમાંથી જવેલર્સોએ ભાગ લીધો છે. આ ઉપરાંત આ વર્ષે ડિઝાઈનર કલોથ્સના સ્ટોલ પણ આ એકિઝબિશનમાં છે. જેથી ડિઝાઈનર કપડા પણ લોકો લઈ શકે. આ તકે ડે. મેયર ડો. દર્શિતાબેન શાહના હદસ્તે એકિઝબિશનનું ઉદઘાટન થયું હતુ તેમજ તેમણે જણાવ્યું હતુ કે, સતત ચોથી વખત આજે ટાઈમ્સ ગેહનાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ગેહનામાં આ પહેલા પણ જે પ્રદર્શન કરવામાં આવ્યું હતુ ત્યારે પણ તેમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. એનું મુખ્ય કારણ એ છે કે કયારેય પણ જોવા મળી ન હોય એવી ડિઝાઈનર જવેલરી એમાં સીગ્નેચર કલેકશન અને ખાસ ખૂબજ અલગ અલગ ડિઝાઈન ગુજરાત અને મહારાષ્ટ્ર તમામ નામાંકિત જવેલર્સને અહી એક જ સ્થળે હાજર રાખીને સિગ્નેચર કલેકશન એમના જે બ્રાઈડલ કલેકશન છે. એની ખૂબજ અલગ ડિઝાઈન અહીયા ઉપલબ્ધ છે. રાજકોટ માટે ખૂબજ સારી વાત છે કે એક જ જગ્યાએ આટલું સરસ નજરાણું રાજકોટના લોકોને મળી રહ્યું છે.
અમને ખૂબજ સારો રિસ્પોન્સ મળ્યો: ધ્રુવિન ધોળકિયા
નિલકંઠ જવેલર્સના ધ્રુવિત ધોળકીયાએ કહ્યું હતુ કે, અમારી પાસે અનકટ ડાયમંડ જવેલરી રીયલ ડાયમંડ જવેલરી, એન્ટીક જવેલરી સાથે સાથે ફેધર કલેકશન અમારી પાસે છે. જે અમે આ ઈવેન્ટમાં લોન્ચ કરી રહ્યા છીએ. ફેધર કલેકશનની ડિઝાઈન એન્ટીક જવેલરી ટાઈપની હોય છે. એમાં ઓરીજીનલ મોરપીંછનો ઉપયોગ કરવામાં આવે છે.મયુર ઉપર બ્રેઝડ હોય છે. ગેહના સાથે અમે પ્રથમવાર જોડાયા છીએ. પરંતુ પહેલો દિવસ ખૂબજ સારો થઈ રહ્યો છે. અને લોકોનો પણ ખૂબ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.
ડાયમંડ અને પોલ્કી જવેલરી અમારી સ્પેશિયાલીટી: યોગેશભાઈ
અમે ગેહના જવેલર્સને રીપ્રેઝન્ટ કરી રહ્યા છીએ અમે બોમ્બે બાંદ્રાથી આવીએ છીએ ડાયમંડ જવેલરી અને પોલ્કી જવેલરી એ અમારી સ્પેશિયાલીટી છે. અમરી પાસે પામ બ્રેસલેટસ છે જે હાથનું ધરેણું છે. એ અમારી યુનિક આઈટમ છે. આજે પ્રથમ દિવસ છે ગેહના એકિઝબિશનનો તો આશા છે કે ત્રણેય દિવસ ખૂબજ સારા જાય.
નવી પેઢીને રોઝ ગોલ્ડ જવેલરી વધુ પસંદ પડે છે: સચીન સોની
આ તકે ધી‚ભાઈ સન્સના સચીન સોનીએ જણાવ્યું હતુ કે અહી એન્ટીક જડતર જવેલરી, કુંદન જવેલરી, અંકટ જવેલરી, એન્ટીક માળા જે ફુલ સ્ટોનની આવે છે. જેનું મોટુ કલેકશન અમારી પાસે છે. ગોલ્ડના કડા, પાટલા, બેંગલ્સ બધક્ષ જ રેન્જ અહી મળી રહેશે રોઝ ગોલ્ડ તેમજ વ્હાઈટ ગોલ્ડમાં પણ અમે વર્ક કરીએ છીએ બજારમાં વ્હાઈટ ગોલ્ડ કરતા પણ રોઝ ગોલ્ડની ખૂબજ ડિમાન્ડ છે. જે નવી જનરેશન છે. તેને રોઝ ગોલ્ડ જવેલરી ખૂબજ પસંદ પડતી હોય છે. ૧૦ હજારથી લઈને ૧૫ લાખ સુધીની પ્રાઈઝમાં અમારી પાસે જવેલરી ઉપલબ્ધ છે.
સતત ચોથા વર્ષે એક્ઝિબીશનને સારો પ્રતિસાદ: ધર્મેશભાઈ ખેરગાંવકર
આ તકે ગેહના જવેલર્સના ઓનર ધર્મેશભાઈ ખેર ગાંવકરે જણાવ્યું હતુ કે સતત ચોથા વર્ષે રાજકોટમાં અમે ફરિવાર ગેહના જવેલર્સ એકિઝીબીશન લઈને આવ્યા છીએ રાજકોટની જનતાનો દર વર્ષ ખૂબ સારો પ્રતિસાદ મળે છે. ત્યારે આ વર્ષે પણ અમે યુનિક ડિઝાઈન તેમજ જવેલરીને રીપ્રેઝન્ટ કરતા જવેલર્સો સાથે અહી આવી પહોચ્યા છીએ.આ ઉપરાંત ડિઝાઈનર ડ્રેસીસ કે જે રાજકોટમાં કયાંય જોવા ન મળે તે પ્રકારનું કલેકશન લાવ્યા છીએ. પ્રથમ દિવસે લોકોનો સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. તેમજ હવે સુરતમાં એકિઝીબશન હશે તેમ જણાવ્યું હતુ.