લોધા સમાજના ભાઈઓ સાફો બાંધી ફુલેકામાં જોડાશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
લોધા ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા આયોજત લોધેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા કાલે જવેરાનું ફુલેકુ નિકળશે. આ પાવન પર્વ પર લોધા સમાજની બહેનો દ્વારા વિરપસલીના દિવસે માતાજી નામના ઘરે જવેરા ઉગાડવામા આવે છે. અને રક્ષાબંધન દિવસે લોધા સમાજના લોકો જે કુટુંબમાં મૃત્યુ પામેલના ઘરે સામસામા જવેરા આપી રામરામ કરી શોક પૂર્ણ કરવામાં આવે છે. પછી સમાજના બહેનો દ્વારા આ જવેરાનું મહાકાળી માતાજી મંદિર લોધેશ્વર મહાદેવ મંદિરે જવેરાનું પૂજા અર્ચના કરી પછી લોધો સમાજના ભાઈઓ બહેનો, વડીલો, બાળકો, તેમના વિસ્તારમાં ફુલેકુ લઈને નિકળે છે.
લોધા સમાજમા થયેલ વિરાંગના અવંતિભાઈ લોધીનો વંશ વેલો હોઈ તેથી વર્ષો જુની પરંપરા જવેરા મંજરીયાનું ફુલેકુ લઈ નિકળવું તે પરંપરા જાળવી રાખી છે. જવેરા ફુલેકામાં લોધા દરેક ભાઈઓ માથાપર સાફો ફેટો બાંધીને આ પાવન ફુલેકામાં જોડાય છે.
આ જવેરા ફૂલેકાનો સમય કાલે બપોરનાં ૩.૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી રહેશે આ ફૂલેકુ લોધેશ્વર મહાદેવ મંદિરથી જયંત કે.જી.રોડથી સ્વામીનારાયણ ચોકથી રામનગર શાક માર્કેટ ગોંડલ રોડથી મહાકાળી માતાજીનું તથા લોધેશ્વર મહાદેવ મંદિરે સાજે ૬ વાગ્યે પૂર્ણ થશે. આ માટે કલ્પેશ, નિલેશભાઈ, પ્રકાશભાઈ, અમિત, વિવેક, સુનિલ, સાહિલ, ગોપાલભાઈ, પ્રકાશભાઈ, કિશન, ધર્મેશ, અમિત, અનિલ, પાર્થ એ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.