ઠેર-ઠેર ડિસ્કાઉન્ટની ભરમાર: આકર્ષક ઓફર્સ ગ્રાહકરાજીરેડ કરી દેશે
વણજોયુ મુહૂર્ત એટલે અક્ષય તૃતિયા આવતીકાલે છે. આ મુહૂર્તમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે. અક્ષય તૃતિયાના દિવસે લગ્નગાળાને લઈને ઓર્ડર મુજબ સોનાની ખરીદીમાં વધારો થવાની આશા વેપારીઓ વ્યકત કરી રહ્યાં છે. લાંબી મંદી બાદ બજારમાં રોનક પરત આવશે તેવી અપેક્ષા છે. જેથી સોની બજાર ગ્રાહકોના ધસારા માટે સજ્જ થઈ ગઈ છે. નોટબંધી પછી તાજેતરમાં પ્રથમ વખત સોનાનો ભાવ ૩૨૦૦૦ની સપાટીએ પહોંચ્યો હતો. જેથી તેજીનો ટ્રેન્ડ જળવાશે તેવું જણાઈ રહ્યું છે. લગ્ન ગાળો પણ નજીકમાં છે માટે જવેલર્સને રાહત મળશે. જવેલર્સ દ્વારા અક્ષય તૃતિયાને લઈ વિવિધ ઓફર લોકોને આપવામાં આવી જે અંગે ‘અબતક’ દ્વારા જાણકારી મેળવવા પ્રયાસ થયો હતો.
દરેક પ્રકારની જ્વેલરીની વિશાળ રેન્જ જે.પી. જ્વેલર્સમાં ઉપલબ્ધ
જે.પી. જવેલર્સનાં હર્ષિતભાઈએ અબતક સાથે વાતચીત દરમિયાન અમારે ત્યાં વેડીંગ કલેકશન અને એન્ટીક જવેલરી કાંઈ પણ લેવું હોય રીયલ ડાયમંડ તેમાં તમને પૂરી રેન્જ મળી રહે છે.
અખાત્રીજને લઈને બહુ મોટી સ્ક્રીમ છે. ધનતેરસ પછીનો તહેવાર એટલે અખાત્રીજ સોનાની ખરીદી લોકો વધુ કરતા હોય છે. જેને લઈને લોકોનો ખૂબજ સારો રિસ્પોન્સ મળી રહે છે. આ સારો દિવસ છે. જો લગ્ન હોય પ્રસંગ હોય તો આ દિવસ બહુ જ સારો છે.
શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ ઓફર આપતું વજુભાઈ જવેલર્સ
મયુરભાઈએ અબતક સાથે વાતચીત દરમિયાન કહ્યું હતુ કે ૩૫ વર્ષથી અમારી શોપ છે. અખાત્રીજ, ધનતેરસના જેમ ખૂબજ સારો ત્યોહાર છે. તે દિવસે સોનું લેવુ ખુબજ શુભ માનવામાં આવો છે તેને લઈને દર વખતે લોકો સોનાની ખરીદી ખૂબજ કરતા હોય છે. ૧૦ ગ્રામ પર સાડાબારસો ‚પીયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. સાથે જ ડાયમંડ જવેલરી ઉપર ૫૦% ડિસ્કાઉન્ટ પણ રાખ્યું છે. આ વખતે એન્ટીક અને રોઝ ગોલ્ડ જવેલરી આ ટાયપના લાઈટ વેટ જવેલરીનું નવુ કલેકશન છે. ગોલ્ડ જવેલરી લેવી એ એક ટાઈપનું ઈન્વેસ્ટમેન્ટ છે. ગોલ્ડનની ખરીદી આપ જો કરશો તો તમોને પૂરે પૂરૂ રિફંડ મળશે.
કોમ્પ્યુટરાઈઝડ ડિઝાઈનીગમાં જેકે જવેલર્સ માહેર
સુરેશભાઈ પારેખે જણાવ્યું હતુ કે, અબતક સાથે વાતચીત દરમિયાન ૪૦-૪૫ વર્ષથી હું આ બિઝનેસમાં સંકળાયેલો છું અખાત્રીજ પર દાગીનાની ખરીદી શુભ માનવામાં આવે છે. એટલે અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ સાથે નવુ કલેકશન પણ આવી ગયું છે. અમારી ખાસીયત છે કે અમે સ્પેશિયલ કારીગરો પાસે કમ્પ્યુટરમાં જવેલરી ડિઝાઈન કરાવીને બધા દાગીના બનાવીએ છીએ અખાત્રીજને લઈને સોના-ચાંદી બંનેની ખરીદીઓથાય છે.આ દિવસે જેટલું લેવાય એટલું સોનું લેવું જોકે એક જાતની બચત પણ છે અને સોનાની ખરીદીમાં નુકશાન નથી.
લગ્નપ્રસંગ માટેના ઘરેણા શિલ્પા જવેલર્સની ખાસીયત
વિરેન પારેખે અબતક સાથે વાતચીત દરમિયાન અખાત્રીજ ખૂબજ સારો તહેવાર છે. લોકો અત્યારથી જ બુકીંગ કરાવી રહ્યા છે. સાથે જ ઈંકવાયરી અને લગ્ન પ્રસંગને લઈને ખરીદીઓ શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં અખાત્રીજની ખૂબજ વેલ્યું છે. મને નથી લાગતું કે અખાત્રીજને લઈને ભાવમાંકોઈ ઉતાર ચડાવ આવી શકે જે ભાવ છે. તેજ રહે એવું અમો વિચારીએ છીએ હેવી અને ફેન્સી ડિઝાઈનો ખાસતો અમે લગ્નને લઈને જવેલરી બનાવવામાં એકસપટ છીએ યંગસ્ટરોને અત્યારે ડાયમંડ જવેલરી વધુ પસંદ હોય છે.તો તેને એટરેકટ કરે એવી ડાયમંડ જવેલરી પણ આવી ચૂકી છે. અખાત્રીજનું મહત્વ સાઉથમાં વધુ હોય છે. અક્ષયત્રુતીયા કહેવાય છે. પણ છેલ્લા ૪ વર્ષથી ગુજરાતમાં ટ્રેન્ડ આવી ગયો છે. નોર્થમાં પર છે તે પૂરો દિવસ શુભ માનવામાં આવે છે.
ગ્રાહકોને ડાયરેકટ ડિસ્કાઉન્ટ આપતું જુગલ જવેલર્સ
જુગલ જવેલર્સના મયુરભાઈ આડેસરાએ જણાવ્યું કે તેઓ ૨૦ વર્ષી આ બિઝનેસ સો સંકળાયેલા છે તેઓનું કહેવું છે કે, અક્ષય તૃતિયાને લોકો અખાત્રીજ તરીકે ઓળખે છે. અક્ષય તૃતિયા શાસ્ત્રો અનુસાર સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ માનવામાં આવે છે અને અક્ષય તૃતિયાને દિવસે પંચાગ જોવાની જરૂર રહેતી નથી તે દિવસ સિદ્ધ દિવસ ગણાય છે તે દિવસે આભુષણોની ખરીદી, વાહનોની ખરીદી વગેરે જેવા શુભ કાર્યો થઈ શકે છે. રાજકાટમાં કલાત્મક કારીગરી પ્રખ્યાત છે. હસ્તકલાની કારીગરીની માંગ વધારે છે. તેમજ ચેઈન, બુટી, મંગળસુત્ર, ચુક વગેરે કલેકશન વેપારીઓ તૈયારકરે છે. અખાત્રીજને લઈને તેઓએ ઓફર કરતા પણ કસ્ટમરને ડાયરેકટ ફાયદો આપે છે અને મજૂરી ઓછી કરે છે.
તેઓનું કહેવું છે કે તેઓને વર્ષો જૂની પેઢી છે. તેઓ તૈયાર વસ્તુ નથી વહેંચતા પરંતુ પોતે જ બનાવે છે. તેઓ કસ્ટમરને પહેરવામાં અનુકુળ રહે તેવી ડિઝાઈન બનાવે છે. તેમજ તેમની પાસે ઓછા બજેટમાં મળી રહે તેવી લાઈટ વેઈટ જવેલરી પણ છે. જેથી સામાન્ય વર્ગના લોકો ખરીદી શકે.
રાધિકા જવેલર્સમાં લેટેસ્ટ કલેકશનનું નજરાણુ
રાધિકા જવેલર્સના ઓનર મુકેશભાઈએ ‘અબતક’ સોની વાતચિત દરમિયાન એ જણાવ્યું કે, તેઓ છેલ્લા ૩૫ વર્ષથી જવેલરી બિઝનેસ સાથે સંકળાયેલ છે અમે દરેક સર્ટીફાઈડ હોલમાર્ક વાળી જવેલરી રાખીએ છીએ. અમારી બધી જ જવેલરી ૯૧૬ હોલમાર્ક વાળી જ છે. અમો દરેક જવેલરીની અંદર પૂરી રેન્જ આપીએ છીએ.
નવામાં નવો કોન્સેપટ માર્કેટમાં આવ્યો હોય તો તે અમે ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા એસોશિએશન લેવલ પર ડિસ્કાઉન્ટ મુકેલ છે જે ૧૦ ગ્રામ ૧૨૫૦ મેકિંગમાં ડિસ્કાઉન્ટ અને ડાયમંડ જવેલરીમાં ૫૦ મેકિંગ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
આ વખતે અમોને ત્યાં ઘણું નવું કલેકશન છે જેવું કે બ્રાઈડલ કલેકશન, ૧૮ કેરેટ રોઝ ગોલ્ડ આઈટમ છે. અને બ્રાઈડલમાં જડતરના સેટ, પેન્ડન્ટ સેટ, બેંગ્લસ બધુ જ ઉપલબ્ધ છે. અક્ષય તૃતિયા અને ધનતેરસ સોનું ખરીદવા માટે સૌથી સારા હોય છે તેથી આ દિવસે નાના-મોટી કાંઈક જવેલરીની ખરીદી કરવી શુભ ગણાય છે.
તનિષ્ક જવેલર્સનું ફિનિશિંગ બેનમૂન
તનિષ્ક જવેલર્સના ધર્મેશ મહેતાએ ‘અબતક’ સો વાતચીત દરમિયાન હું ૧૭ વર્ષથી જવેલરી ફિલ્ડ સાથે સંકળાયેલો છું. અખાત્રીજ લોકો માટે જવેલરી ખરીદવાનો સહુી ઉત્તમ સમય હોય છે. તેને લઈને અમે એ ઘણું નવું લોન્ચ કર્યું છે. ધીરે-ધીરે ટ્રેન્ડ ડાયમંડનો વધતો જાય છે. ગોલ્ડ તો છે જ આપણા કલ્ચરમાં પણ ડાયમંડને લઈને આ વખતે અમે નવી જવેલરી ખાસ તો લગ્ને લઈને અમે કલેકશન લોન્ચ કયુર્ંં છે. તનિષ્ક ચાર માળમાં રાજકોટમાં આવેલ છે. સો જ અમારી પાસે જે સ્પેઈસ અને જે કલેકશન છે તે કદાચ તમોને બીજે જોવા નહીં મળે. અમે લોકો અખાત્રિજની રાહ જોઈ રહ્યાં છીએ. કસ્ટમરો પણ ઘણી ઈન્કવાયરી કરી ગયા છે એટલા માટે સ્કીમ પણ આવેલેબલ છે. સાથે કસ્ટમરો તેનું જુનુ સોનુ લઈને પણ આવે છે તેના પર પણ અમે સારું ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છીએ. તનિષ્કની જવેલરીની જે ફિનિશિંગ છે અને જે પુરીટી છે તેને મેચ કરવા આજુબાજુ પણ કોઈ નથી. આવો તનિષ્કમાં તેની શુદ્ધતાનો આનંદ માણો સાથે જ નવી ડિઝાઈન માણો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com