ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવાર-નવાર હવસનો શિકાર બનાવી: ઘરેણા અને રોકડની લૂંટ

પીડિતાએ ન્યાય માટે જિલ્લા પોલીસવડાને ઇ-મેઇલથી કરી ફરિયાદ

જેતપુરમાં  બારમાં ધોરણમાં અભ્યાસ કરતી જેતપુર શહેરની સગીર વિદ્યાર્થીની સાથે બન્યો છે. આ સગીરાના ભોળપણનો ફાયદો ઉઠાવી ધવલ પારખીયા નામના પટેલ યુવાને સગીરા સાથે મિત્રતા કેળવી કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે મળવા માટે બોલાવી ત્યાં રાજુભાઇ અને અદા નામના ધવલના મિત્રો પણ હતા. જેમાં ધવલે છરી બતાવી બળજબરી પૂર્વક શારિરીક સબંધ બાંધ્યા બાદ સગીરાને મારમારીને પોતાના મિત્રોને પણ ખુશ કરવા પડશે તેવું કહી રાજુ અને અદા બંનેએ પણ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો અને ધવલે તેના મોબાઈલ વડે ફોટા પાડી લીધા.

ત્યારબાદ ભીડભંજન મંદિર રોડ પર આવેલ એક વાડી કે જ્યાં બગીચો અને તેમાં હિંચકા પણ છે ત્યાં ધવલ લઈ જઈ વાડી માલીક અને રાજકોટના રોનક દોંગા નામના તેના મિત્રો હતા એમ ત્રણેયે સાથે મળીને બળજબરી પૂર્વક સબંધ બાંધ્યો જેમાં સગીરા રડવા લાગી તો ધમકી આપીને ઘરે મૂકી ગયા. આમ, આવો સીલસીલો ચાલુ જ રહ્યો જેમાં ધવલ ફોટા વાયરલ કરવાની ધમકી તેમજ ન આવી તો પોતાની મોટી ગેંગ છે જે સગીરાના ભાઈને મારી નાખશે તેવી ધમકી આપી જુદીજુદી જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધેલ અને ફરી દિલીપભાઈ ઘૂઘરવાળાના ઘરે લઈ ગયેલ ત્યાં તેમનો પુત્ર ખુશાલ હતો તેને જોઈ ધવલે કીધું કે તારે ખુશાલને પણ ખુશ કરવો પડશે. તેમ કહી સગીરા કઈ સમજે વિચારે કે બોલે તે પહેલાં જ બંનેએ શારીરિક છેડછાડ ચાલુ કરીને બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધ્યો. એકવાર ધવલ જૂનાગઢ રોડ પર આવેલ તેના પટેલ ઓટો ગેરેજે લઈ ગયેલ અને ત્યાં શારિરીક છેડછાડ કરી તેના મોબાઈલમાં જુદીજુદી કેટલીય છોકરીઓના ફોટા બતાવી તેણીઓ સાથે પણ આવું જ કરતો હોવાનું જણાવેલ.

વિદ્યાર્થીનીના સામુહિક દુષ્કર્મ તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સોનાના દાગીના તથા રોકડ રૂપિયા પણ ધમકાવી પડાવી લીધા હોય તેનાથી ત્રાસી સગીરા ઘરછોડીને ચાલી ગઈ હતું. પરંતુ પરીવારને જાણ થઈ જતા વીરપુર પાસેથી પરત લઈ આવી હિંમત આપી પુછતાં સગીરાએ પોતાના પર વિતેલ આપવીતી જણાવતા બધા સ્તબ્ધ થઈ ગયા હતા અને યુવાનીના ડગરમાં જ કેટકેટલું સહયું જેનાથી પરીવારે પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય લઈ સગીરાની તમામ આપવીતી પ્રથમ ઇ મેઈલ દ્વારા જીલ્લા પોલીસ વડા તેમજ સીટી પોલીસ સ્ટેશન જાણ કરતા સીટી પોલીસે હરકતમાં આવી બે-શખ્સોને સકંજામાં લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.