ખેડૂતો પાયમાલ અને એસો. અમીર જેવી સ્થિતિ

જેતપુર તાલુકાના પ્રેમગઢ,કેરાળી, લુણાગરા સહિતના ગામના ખેડૂતોએ પ્રદુષણ માફિયાઓ સામે વિરોધ કર્યો હતો જેમાં જેતપુર સાડી ઉધોગનું કેમિકલયુક્ત પ્રદુષિત પાણી હજારો વીઘા જમીન ને બરબાદ કરી રહ્યું છે જેના કારણે ખેડૂતો પાયમાલ બની રહ્યા છે.

IMG 20200925 WA0060

જેતપુર તાલુકાના ૧૫ ગામના ખેડૂતો પ્રદુષણ માફિયાઓથી બરબાદ થઈ રહ્યા છે જેતપુરના સાડી ઉધોગોમાંથી નીકળતું પ્રદુષિત પાણી અને કેમિકલયુક્ત પાણી હજારો વિધાના ખેતરોના પાકને નુકશાન કરી ખેડૂતોને પાયમાલ કરી રહયા છે જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટીગ એસોસિએશન તેમજ હપ્તાખાઉં પ્રદુષણ બોર્ડ ના કારણે કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં બેફામ છોડવામાં આવે છે

આ પાણીથી સિંચાઇ અને પીવાના પાણીમાં પણ કામ આવતું નથી અને લોકોને નુકશાન કરી રહ્યું છે જેમાં ભાદર નદીમાં આ પ્રદુષિત પાણી છોડાતા પ્રેમગઢ ,પેઢલા, કેરાળી, લુણાગરા,બાવા પીપળીયા સહિતના ૧૫ ગામોના ખેડૂતો છેલ્લા ૩૦ વર્ષથી આ પ્રશ્નથી પીડાઈ રહ્યા છે પરંતુ પ્રિન્ટીગ એન્ડ ડાઈગ એસોસિએશન સાથે રાજકીય વગ થી કોઈપણ લોકો એમની સામે ટકી શક્યા નથી પરંતુ હવે ખેડૂતોએ પણ કંટાળી પોતાના પેટ પર પાટું વાગતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે:

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.