EESLના કોન્ટ્રાક્ટરોને પાલિકા દ્રારા અનેક વખત નોટિસો અપાઈ…..
પાલિકા દ્વારા મંત્રી જયેશભાઇ રાદડીયાને રજુવાત કરાઈ
જેતપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરની મોટા ભાગની LED બંધ હાલતમાં જોવા મળી રહી છે.કેન્દ્ર સરકારે પાવર બચત માટે LED ની યોજના ઘડી હતી જે રાજ્ય સરકાર હસ્તગત કરી દેવામાં આવેલ અને રાજ્ય સરકારે EESL કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવેલ હતો.
છેલ્લા ઘણા સમયથી શહેરના રહેણાંક વિસ્તાર ઉપરાંત મુખ્ય ચોકમાં આવેલ LED લાઈટો બંધ હાલતમાં હોઈ આ કોન્ટ્રાક્ટરો પાસે બંધ પડેલ LED લાઈટો બદલવા કોઈ નવો સ્ટોક હાજર માં નથી. આજ આવશે કાલ આવશે તેમ કહી મહિનો કાઢી નાખ્યા અને ધીમે ધીમે આજે શહેરમાં લગભગ 700 આસપાસ LED લાઈટો તેમજ સેન્ટ્રલ પોલ ની લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે
આવનારા દિવસોમાં જાગરણ, જન્માષ્ટમી તેમજ અનેક તહેવારો આવી રહ્યા હોઈ રાહદારીઓ માટે મોટી મુશ્કેલી સર્જાઈ તે પહેલાં પગલાં લેવાઈ તેવી માંગ ઉઠી છે.
દિવસ દરમિયાન પણ લાઈટો ચાલુ જોવા મળે છે
સરકાર દ્વારા ઉર્જા બચત થઈ તે હેતુથી સી.એફ.એલ લાઈટો ની જગ્યા એ LED લાઈટો લગાડવામાં આવી હતી પરંતુ કોન્ટ્રકક્ટરો દ્વારા લગાડવામાં આવેલ CCMX બોક્સ જે ટાઇમર નું કામ કરે છે તે બંધ હાલતમાં જોવા મળે છે અને 24 કલાક શહેર ના મુખ્ય રસ્તાની લાઈટો ચાલુ રહેવાથી સરકારીની આ યોજના પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે
LED મેન્ટેનેન્સ ની તમામ જવાબદારી પાલિકાની નહિ પણ કંપનીની છે
રાજ્ય સરકાર દ્વારા જે EESL ને કોન્ટ્રાક્ટ આપવાનો આવેલ છે તેમાં જે LED લાઈટો ફિટ કર્યા બાદ સાત વર્ષ સુધી તમામ લાઈટોનું મેન્ટેનેસ આ કંપનીની છે. પણ લોકોને આ અંગે જાણ ન હોઈ લોકો પોતાની લાઈટો અને પાલિકા કર્મચારી કે સદસ્ય સાથે ઉગ્ર થઈ જાય છે.
શહેરના હાઇવે તેમજ ટાવરો બંધ શહેરની ગલિયો તેમજ રસ્તાને તો બંધ હાલતમાં છે પણ શહેરના દરેક મુખ્ય ચોકમાં ઉભા કરવામાં આવેલ ટાવરો તેમજ સેન્ટ્રલ પોલ ની તમામ લાઈટો મેન્ટેનેસના અભાવે બંધ હાલતમાં હોઈ શહેર અંધકારમાં છવાઈ ગયું છે
પાલિકા અધિકારી શુ કહે છે
શહેરમાં મેન્ટેનેસને કારણે બંધ પડેલ 700 જેટલી LED લાઈટો અંગે ચીફ ઓફીસરએ જણાવેલ હતું કે અમારા દ્વારા આ EESL કંપનીને અનેક વખત મૌખિક રજુવાત બાદ પાલિકા દ્વારા તેમને નોટિસો પણ આપવામાં આવેલ છે પણ તે લોકો દ્વારા કોઈ યોગ્ય જવાબ મળેલ ન હોઈ આ રાજ્ય સરકારીની યોજના હોઈ મંત્રી જયેશભાઇ રાદડીયા સાથે આ અંગે રજુવાત કરશે અને પ્રજાના પ્રશ્નો હલ કરાશે.. સી.બી.રબારી ( ચીફ ઓફિસર)