જેતુપરમાં મિત્રના જન્મ દિવસે બુલેટ ચલાવવા જેવી સામાન્ય બાબતે યુવાનને આઠ શખ્સોએ માર મારી જ્ઞાતિ અંગે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના રાતૈયા હનુમાન વિસ્તારમાં રહેતા કેનન લલીતભાઇ ચાવડા નામના યુવાનને સમીર ઉર્ફે શમા કાદુ ખોખર, આમીર રાજુ ખોખર, રિયાઝ, રમીઝ, બાદશાહ, અસ્લમ, અસ્ફાક અને નજીર નામના શખ્સોએ ઢીકાપાટુ મારી જ્ઞાતિ અંગે હડધૂત કર્યાની સોનલબેન ઉર્ફે કાળીબેન લલિતભાઇ ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સોનલબેન ઉર્ફે કાળીબેનના મોટા પુત્ર નયનના મિત્ર અસ્ફાકનો જન્મ દિવસ હોવાથી બુલેટ લઇને ત્યાં ગયો હતો ત્યારે બુલેટ નયન અન્ય કોઇ મિત્રને ચલાવવા ન આપે તે માટે સોનલબેન ઉર્ફે કાળીબેને પોતાના નાના પુત્ર નયનને પાછળ જોવા માટે મોકલતા બોલાચાલી થતા આઠેય શખ્સોએ માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.