રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના જેતલસર ગામે એક તરફી પ્રેમમાં પગલે સગીરાને છરીના ૩૪ ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી અને તેને બચાવવા વચ્ચે પડેલા ભાઇ પર હુમલાના ગુનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જતા અદાલતે નરાધમને ફાંસીની સજા સંભળાવી છે અને મદદગાર આરોપીને હત્યા પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ ફટકાર્યો છે.
એકતરફી પ્રેમમાં પાગલે સગીરા પર છરીના 34 ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધા બાદ ભાઈ પર હુમલો ર્ક્યો’તો
વધુ વિગત મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામે તા. 16-3-21 ના ધોળે દિવસે એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ રૈયાણી નામની 16 વર્ષીય સગીરા પર છરી વડે તૂટી પડી 36 ઘા ઝીંકયા હતા. અને તેને બચાવવા વચ્ચે પડેલા નાનાભાઇ પાંચ ઘા ઝીંકયા હતા.એ નિર્ભયા કેશ કરતાં પણ વધુ ભયાનક ઉપસી આવી છે. એક-બે નહીં પણ લગાતાર છરીના 34 ઘા ઝીંકીને સગીરાની હત્યા કરવા ઉપરાંત તેણીના ભાઈને પણ છરીના ઘા ઝીંકી દેતા જો તે કિશોર ભાગી ગયો ન હોત તો તેમની પણ હત્યા કરી નાખી હોત, એ જોતાં આરોપી કોઈ દયા દાખવી ન શકાય. એટલું જ નહીં હતી. ગંભીર રીતે ઘવાયેલી સૃષ્ટિ રૈયાણીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી જયેશ સરવૈયાની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં જયેશ ગિરધર સરવૈયાનું હત્યા માટેનું પૂર્વયોજિત કાવતરું રચી ચોટીલા જઈને છરી ખરીદી લાવ્યો હતો.
એ.સી.પી. ની નિગરાનીમાં સીટની રચના કરવામાં આવી હતી. ઝડપી તપાસ કરી અદાલતમાં ચાર્જશીટ રજુ કરી હતી
ખાસ પી.પી. તરીકે જનકભાઇ પટેલની નિમણુંક કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ સ્પે.પીપી દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં નિર્ભયા કેશ કરતાં પણ વધુ ભયાનક ઉપસી આવી છે. એક-બે નહીં પણ લગાતાર છરીના 34 ઘા ઝીંકીને સગીરાની હત્યા કરવા ઉપરાંત તેણીના ભાઈને પણ છરીના ઘા ઝીંકી દેતા જો તે કિશોર ભાગી ગયો ન હોત તો તેમની પણ હત્યા કરી નાખી હોત, એ જોતાં આરોપી કોઈ દયા દાખવી ન શકાય.
એટલું જ નહીંહતી જ્યારે કેસ પેપરોને ધ્યાને લેતા બનાવ વખત આરોપી તેના માતા-પિતા સાથે રહેતો ન હતો. પરંતુ તેના મામા ભનુભાઈ સાથે રહેતો હતો. અને આ કેશમાં આરોપીની જ્ઞાતિના 2 સાહેદો કરણ અને દિપકે ફરિયાદ પક્ષને સમર્થન આપતી સંપૂર્ણ જુબાની આપીને કેશ સાબિત કરેલ હોવાથી કોઈ જ્ઞાતિને દબાવી દેવાનો પ્રશ્ન નથી તેવું સ્પેશિયલ પીપી દલીલમાં જણાવ્યું હતું. દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટૈ અને સુપ્રિમ કોર્ટની ટાંકેલા ચુકાદા અને સ્પે. પી.પી.. જનકભાઇ પટેલે નરાધમની દેહાંત દંડની સજાની કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી. કોર્ટે રાક્ષસી કૃત્ય કરનારને જયેશ પરમારને દોષિત ઠેરવ્યો હતો. આજે જેતપુરની અદાલતમાં ગમે ત્યારે સજાનો હુકમ થઈ શકે તેમ છે. આ કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ તરીકે જેતપુર વકીલ મંડળના પ્રમુખ મહાવીર પટેલ માનદ સેવા આપી રહ્યા છે. જ્યારે સ્પેસિયલ પીપી તરીકે જનકભાઈ પટેલ નિમાયેલા હતા.
નિર્ભયા કરતા સગીરાની હત્યાનો બનાવ ઝનુન અને ઘાતકી: સ્પ્રે. પીપી
સ્પેશિયલ પીપી દ્વારા દલીલ થઈ હતી કે, નિર્ભયા કેશમાં સુપ્રીમ કોર્ટે 4 આરોપીઓને ફાંસી આપેલ તે પૈકી ગુનેગાર પવન ગુપ્તા અને વિનય શર્મા 25 અને 26 વર્ષની ઉમરના હતા. હાલના કેશમાં આરોપી જયેશ બનાવ વખતે 26 વર્ષની ઉંમરનો હતો. નિર્ભય કેશના ગુનેગારો કરતાં સગીરાની હત્યાનો ગુનેા વધુ જનૂની અને ઘાતકી છે.
સજા વિશે મારે કાંઇ કહેવું નથી : આરોપી
આરોપીને કોર્ટે પૂછેલું કે તમારો ગુનો સાબિત માનીએ છીએ તો તમારે સજા વિષે કાઇ કહેવું છે ? ત્યારે આરોપી બિન્દાસ્ત જણાવેલ કે, મારે કાઇ કહેવું નથી. આથી આ ગુનેગારના ચહેરા કે વર્તનમાં ક્યાંય લેશ માત્ર પસ્તાવો દેખાતો ન હતો. પરંતુ તેના વકીલે 2 પેજની મર્સીપિટિશન જેવુ લખી આપેલ છે. કોર્ટ આ અરજી સાંભળીને ફાંસીનો અંતિમ ચુકાદો આપ્યો છે.
નિર્ભયા જેવો જ રેરેસ્ટ ઓફ રેર જેવો બનાવ
નિર્ભયા કેશમાં સુપ્રીમ કોર્ટે રેરેસ્ટ ઓફ રેરની વ્યાખ્યા કરી છે કે રેરેસ્ટ ઓફ રેર એટલે એવો ગુનો થયો હોય કે, જે જેના પરિણામો સમાજ, સમુદાયનો આંતરાત્મા અને સામૂહિક રીતે રોષ, આક્રોશ અને પ્રકોપમાં મૂકી દે તવો તીવ્ર, પ્રચંડ બનાવ હોય. જેતલસરની ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. ગામે ગામે વિરોધ પ્રદર્શનો, રેલીઓ, મીણબત્તીની રેલી નીકળી છે. તમામ રાજકીય સંગઠનો, સામાજિક સંગઠનો વિગેરે સમગ્ર પ્રજાના હિત માટે આ બનાવને વખોડી કાઢી તેમનો વિરોધ દર્શાવ્યો હતો.