અબતક,રાજકોટ

જેતપુર શહેરની બાપુની વાડી પાસે અભિષેક સ્કુલ પાસે રહેતા શિક્ષકને પેટીએમ એકાઉન્ટનું કે.વાય.સી. વેરીફીકેશન કરાવો નહીંતર તમારૂ એકાઉન્ટ બંધ થઈ જશે. તેવી વાતોમાં વિશ્ર્વાસ કેળવી મોબાઈલમાં અલગ અલગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂ.3.27 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપૂરની બાપુની વાડી પાસેરહેતા પ્રશાંતભાઈ જયંતિભાઈ લકકડ નામના પટેલ શિક્ષક સાથે રૂ.3.27 લાખની ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બન્યાની જેતપૂર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અજાણ્યા મોબાઈલ નંબર પરથી પેટીએમ એકાઉન્ટ કે.વાય.સી.
કરાવવાના બહાને બે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂપીયા ટ્રાન્સફર કર્યા

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પ્રશાંતભાઈ લકકડ નામના શિક્ષકના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તમારૂ પેટીએમ એકાઉન્ટ કે.વાય.સી.વેરીફીકેશન કરાવો નહીંતર એકાઉન્ટ બંધ થઈ જશે તેવી વાતો કરી પ્રશાંતભાઈ લકકડનો વિશ્ર્વાસ કેળવી અલગ અલગ બે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી પ્રશાંતભાઈ લકકડના એસ.બી.આઈ. બેંકના એકાઉન્ટમાંથી ઓનલાઈન અલગ અલગ ટ્રાન્જેકશન કરી રૂ.3.27 લાખ ટ્રાન્સફર કરી લીધાની ફરિયાદમાં જણાવ્યું છે.

પોલીસે મોબાઈલ નંબરનાં આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.