કોરોનાનો કહેર ધનાઢ્ય અને સમૃદ્ધ દેશો અમેરીકાથી લઈને યુરોપ સુધી ચાલુ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન દ્વારા આ વિશાળ દેશને ૧૩૦ કરોડની વસ્તીને બચાવવા લોકડાઉન આપેલ છે. જેના હિસાબે તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ છેલ્લા એક માસથી બંધ છે
શૈક્ષણિક વર્ષ પૂર્ણતાને આરે ચાલતું હતું જેથી મોટાભાગની પરીક્ષાઓ પણ લોકડાઉનના હિસાબે રદ કરવામાં આવેલ છે. જેથી કરીને પ્રાથમિકથી લઇને સેકન્ડરી,હાયર સેકેન્ડરી સ્કુલીંગમાં મહત્વના ચેપ્ટરો અભ્યાસ કરાવાના પણ બાકી રહી ગયા છે અને કોરોનાના કહેરમાં લોકડાઉન ક્યાં સુધી ચાલે તેની કલ્પના પણ કરી શકાય એમ નથી.જેથી આપણા વિસ્તારમાં આવેલી ધવલ ઇન્ટરનેશલ સ્કુલ જે સીબીએસઈ એફીલેટેડ છે તેમજ એસવીએસ કેમ્પસ જેતપુર પેઢ્લા અને પીડીબી કેમ્પસ – જેતલસરના ગુજરાત બોર્ડના કેજીથી ધોરણ 12 સ્કુલીંગમાં સંસ્થામાં એમ.ડી. દિનેશ ભુવાએ ધવલ ઇન્ટરનેશલ સ્કુલના સીઇઓ હિતેશ પટેલ, એચ.ઓ.ડી. અનીતામેડમ,એસવીએસ કેમ્પસના એચ.ઓ.ડી. કે.ડી.કરગથરા, સંદીપ ભટ્ટી, પીડીબી કેમ્પસના એચ.ઓ.ડી. જીગ્નેશ રાદડીયા, સંદીપ વેગડા સાથે ચર્ચા કરીને વર્ષાન્તે બાકી રહેતા અભ્યાસક્રમને પૂર્ણ કરવા અને નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા નવા વર્ષ માટે ગણિત, વિજ્ઞાન,અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા લેન્ધી અને હાર્ડ વિષયોનું શિક્ષણ ઓનલાઈન આપવાની ડિઝાઈન બનાવેલ છે જેમાં સંસ્થાના અનુભવી અને તાલીમી શિક્ષકો દ્વારા પ્રીરેકોર્ડેડ વિડિયો યુટ્યુબ ચેનલ પર દરરોજ અપલોડ કરવામાં આવે છે અને આ દરેક કેમ્પસના ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને નાની વયજૂથથી લઈને ક્રમિક રીતે સવારે ૧ થી ૨ કલાક ૧૦:૦૦ થી ૧૨:૦૦ સુધીમાં આ ઓનલાઈન પ્રીરેકોર્ડેડ વિડીયો લીંકથી વાલીઓને વોટસઅપ દ્વારા દરેક વાલીઓને આપવામાં આવે છે. જે લીંક તેમના વાલીઓ નિયમિત રીતે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ ના પ્રીફીક્સ શેડ્યુલથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવે છે. આ શેડ્યુલ પૂર્ણ થયે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો અને ક્વેરીઓનું સોલ્યુસન સંસ્થાના એક્સપર્ટ શિક્ષકો દ્વારા ટેલીફોનીક રીતે આપવામાં આવે છે.
એકેડેમિકની સાથોસાથ કો-કોલાસ્ટીક એરિયામાં પણ હવેથી સંસ્થા દ્વારા ડીબેટ,ક્વિઝ,આર્ટ & ક્રાફ્ટ અંગેના પ્રોજેક્ટ પણ સંસ્થા વિદ્યાર્થીઓની ક્રિએટીવીટીઝ માટે ઓનલાઈન મુકવા જઈ રહી છે.લોકડાઉન દરમ્યાન બાળમાનસ ધરાવતા વિદ્યાર્થીઓ શિક્ષણથી વિમુખ ન થાય તે માટે સાંપ્રત સમયના ડે ટુ ડે ઓનલાઇન એજ્યુકેશન સીસ્ટમની વાલીઓ અને શિક્ષણવિદો અને બુદ્ધિજીવીઓએ પ્રશંસા કરેલ અને આ માટે અન્ય સંસ્થાને પ્રેરણા આપવા એમ.ડી. દિનેશ ભુવા અને તેની ટીમે તેયારી બતાવેલ છે. જેથી હજારો વિદ્યાર્થીઓનું પાયાનું જ્ઞાન નબળું ન રહે તે માટે આ આઈડીયોલોજીને એપ્લાય કરવા માટે, પ્રોજેક્ટ ડેવલોપ કરવા તમામ તાલીમ આપવા માટે તત્પરતા બતાવેલ છે જે અભિનંદનને પાત્ર છે.