મદરેસામાં પઢાઇને બદલે નિકાહ પઢનાર
અભ્યાસમાં આવતી સગીરા સાથે મોબાઇલમાં નિકાહ પઢયાનું કરી આચર્યુ કૃત્ય: ભોગ બનનારને વળતર પેટે રૂ. પ લાખનું વળતર ચુકવવા હુકમ
જેતપુર શહેરની દેરડી ધાર વિસ્તારમાં રહેતી અને મદરેસામાં પઢાઇ કરવા જતી સગીરાને તારી સાથે મોબાઇલમાં નિકાહ કર્યાનું કહી શારિરીક અડપલા કરી નિર્લજજ હુમલો કર્યાના ગુનામાં શિક્ષકને 20 વર્ષની સજા અને પ લાખનું વળતર ચુકવવા અદાલતે હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ જેતપુરની દેરડીધાર વિસ્તારમાં રહેતી સગીરાને શારિરીક છેડછાડ કર્યાની ભોગ બનનારના માતાએ જેતપુર સીટી પોલીસ મથકમાં જેતપુરના કંગાળપરા, બોખલા દરવાજા પાસે કોળી લાઇનમાં રહેતા એજાજ ઉર્ફે ફિરોજ ઉર્ફે બાપુ અહમદ રફાઇ સામે ફરીયાદ તા. 3-5-21 ના રોજ નોંધાવતા પોલીસે
એજાજ ઉર્ફે ફિરોજ રફાઇ સામે દુષ્કર્મ પ્રોકસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
સીટી પોલીસ મથકના સ્ટાફેની પ્રાથમિક પુછપરછમાં એજાજ ઉર્ફે ફિરોજ રફાઇ નામના શખ્સે મદરેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ત્યારે ફરીયાદીની સગીરવગની પુત્રી ત્યાં અભ્યાસ કરવા જતી હતી. બાદ એજાજ ઉર્ફે ફિરોજ સગીરાના ઘરે ગયો હતો ત્યારે સગીરાનો ભાઇ આવી ગયા બાદ ભાગી ગયો હતો.
અને બાદ ભોગ બનનારના માતાએ ફોન કરતા તેણે જણાવ્યું હતું કે, મેં તમારી પુત્રી સાથ નિકાહ કર્યા છે બાદ સગીરા ઘરે એકલી હતી ત્યારે નિર્લજજ હુમલો કર્યાની કબુલાત આપી હતી તપાસ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કર્યો હતો.
તપાસનીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કરતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષે એ.પી.પી. કે.એ. પંડયાએ કરેલી લેખીત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાને આધારે ન્યાયધીશે આરોપી એજાજ ઉર્ફે ફિરોજ રફાઇ ને ર0 વર્ષની સજા અને સરકારની યોજના મારફતે રૂ. 5 લાખનું ભોગ બનનાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.