17થી 22 ઓગસ્ટ સુધી 6 દિવસ માટે લોક મેળાનું આયોજન
જેતપુરમાં સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા લોકો મેળા નું આયોજન કરવામાં આવેલ છે તારીખ 17 થી 22 સુધી જેતપુરના જિમખાના મેદાન માં લોક મેળો યોજાશે આ મેળા ને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયાના હાથે ઉદ્ઘાટન કરવામાં આવશે, 6 દિવસ સુધી જેતપુર અને આસ પાસના ગામોના લોકો ને આ મેળા દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવશે.
જેતપુર ના પ્રખ્યાત લોક મેળા ને તારીખ 17 ના રોજ સાંજે જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા દ્વારા ખુલ્લો મુકવામાં આવશે, સાથે પોરબંદર સાસંદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મનશુખભાઈ ખાચરીયા , સહિતના ભાજપના આગેવાનો અને હોદેદારો હાજર રહશે, આ મેળામાં જેતપુર મોટી હવેલીના જેજે શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ અને સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનના મહંત નિકંઠચરણદાસજી ખાસ હાજર રહેશે.
આ મેળા ના આયોજન ને સફળ બનાવવા માટે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના મેળા ના પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ જેન્તીભાઇ રામોલીયા, વસંતભાઈ પટેલ, પ્રવીણભાઈ ગજેરા, અરવિંદભાઈ વોરા સહિતના વ્યક્તિઓ મહેનત કરી હતી સાથે સાથે સંસ્થાના પ્રમુખ મનહરભાઈ વ્યાસ પ્રોજેક્ટ ચેરમેન અમિત ટાંક ની ટિમ ખુબજ મહેતન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રની ઓળખ સમાન એવો ભાતીગળ લોક મેળો એટલે જન્માષ્ટમીનો લોક મેળો, કોરોના કાળ બાદ જેતપુરમાં જન્માષ્ટમીના લોકો મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેતપુરની સેવાકીય સંસ્થા એવી સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા આ વર્ષે જીમખાના મેદાનમાં 6 દિવસ માટે લોક મેળાનું આયોજન કરવામાં આવેલ છે,
આ લોક મેળામાં લોકોના મનોરંજન માટે વિવિધ રાઈડ સાથે ખાણી પીણી , રમકડાના સ્ટોર સહિતની સુવિધા ઉલબ્ધ કરવામાં આવી છે, મેળામાં બાળકોના મનોરંજન માટે ફજર ફાળકા, ચકરડી, વિવિદ જાતની અનેક રાઈડ લગાવામાં આવી છે અને લોકો આ મેળામાં 6 દિવસ માટે ખુબજ આનંદ થી લાભ લે તે માટે તમામ સુવિધા કરવાં આવી છે. મેળામાં રાત્રી દરમિયાન અનેક ત્રિવિધિ મનોરંજનના કાર્યક્રમો નું આયોજન કરવાં આવેલ છે, જેમાં મ્યુઝિકલ નાઈટ સાથે સાથે લોકોને હસાવા માટે હાસ્ય દરબારનું પણ આયોજન કરેલ છે.