થાણા ગાલોલ ગામે થયેલી સીમચોરીનો ભેદ ઉકેલી બે સગીર સહિત પાંચની ધરપકડ
76 કિલો કોપર વાયર, ત્રણ બાઇક, ત્રણ મોબાઇલ મળી રૂ. 1.77 લાખનો મુદામાલ કબ્જે: એકની શોધખોળ
જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામની સીમમાંથી રૂ. 1.20 લાખની કિંમતનો કેબલ વાયર ચોરીનો એલસીબીએ ભેદ ઉકેલી આંતર જિલ્લા તસ્કર ટોળકીના બે સગીર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી અડધો વાયર મળી રૂ. 1.77 લાખનો મુદામાલ કબ્જે કરી ગેગના એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસ.પી. જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે એલસીબીના પી.આઇ. વી.વી. ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. જેતપુર નજીક થાણા ગાલોલ ગામે રહેતા રોહીત રવજી ઉઘાડ નામના ખેડુતની વાડીમાંથી રૂ. 1.20 લાખની કિંમતનો 2400 ફુટ કેબલ ચોરીમાં સંડોવાયેલા શખ્સ શંકાસ્પદ હાલતમાં રખડતા હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. ડી.જી. બડવા, એચ.સી. ગોહિલ, જે.યુ. ગોહિલ સહિતના સ્ટાફ દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન મુળ વાસાવડના અને હાલ દેરડી ઘાટ પાસે રહેતો ઉમેશ ઉર્ફે દિનેશ કેશુ ચારોલા, મુળ વાસાવડનો અને હાલ અમરેલીના બાટવા દેવળી ગામે રહેતો જીતેષ ઉર્ફે કટી ઉર્ફે હિતેશ મુન્ના વાઘેલા, મુળ વાસાવાડના અને હાલ બાટવા દેવળી ગામે રહેતો ઇનેશ ઉર્ફે ડીડી મુન્ના વાઘેલા અને બે સગીર સહીત પાંને ઝડપી લઇ તેના કબ્જામાીં રૂ. 60,800 ની કિંમતના 76 કિલો કોપર વાયર,, ત્રણ બાઇક અને ત્રણ મોબાઇલ મળી રૂ. 1.77 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા શખ્સ પૈકી ઉમેશ ઉર્ફે દિનેશ ચારોલા સામે ચોરી અને દારુના મળી 1ર ગુનામાં જીતેશ ઉર્ફે કટી મુન્ના વાઘેલા સામે ગીર સોમનાથ, જેતપુર, ગોંડલ, ધોરાજી અને જુનાગઢ પોલીસ મથકના ચોપડે મારામારી અને ચોરી તેમજ ઇનેશ ઉફે ડીડી મુન્ના સામે નવાબંદર પોલીસ મથકના ચોપડે ચોરીના ગુનામાં ચડી ચુકયો છે. આ ગુનામાં નાસતા ફરતા હરેશ કેશુ ચારોલા નામના શખ્સની શોધખોધ હાથ ધરી છે.