સરપંચો, આગેવાનો, પદાધિકારીઓની રજૂઆતો ધ્યાને લઈ રસ્તાના સુદ્રઢીકરણ માટે જાગૃત ધારાસભ્ય જયેશ રાદડીયાની અભૂતપૂર્વ કામગીરી
કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા દ્વારા પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત રહી કરાયેલ અથાક પ્રયત્નોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા સાત વર્ષથી વધુ સમયથી રીકારપેટ ન થયેલ હોય તેવા રાજ્ય હસ્તકના રસ્તાના રૂા.૧૫.૭૫ કરોડના કામો જયેશ રાદડીયાની રજૂઆતના પગલે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરી જોબ નંબર આપવામાં આવેલ છે.
માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના જેતપુર તાલુકાના એન.એચ.૨૭થી પેઢલા-કેરાળી-ભાદરા અપ ટુ એસ.એચ.રોડ, લંબાઈ ૧૪ કિ.મી. માટે અંદાજીત રૂ.૭૨૫ લાખ જેતપુર ધોરાજી સિટી લીમીટ રોડ, લંબાઈ ૧.૩૦ કિ.મી. તથા જેતપુર-જૂનાગઢ સિટી લીમીટ રોડ લંબાઈ ૩.૦૦ કિ.મી. મળી કુલ અંદાજીત રૂા.૨૦૦ લાખના રોડ નવીનીકરણ કરવા મંજૂરી આપી જોબનંબર આપવામાં આવેલ છે. જામકંડોરણા તાલુકાના કોલીથડ-બેટાવડ-વંથલી-આંબરડી-તરકાસર-સાતોદડ-ચિત્રાવડ-ખીરસરા રોડ લંબાઈ ૧૯ કિ.મી.ના અંદાજીત રૂા.૬૫૦ લાખના રોડ નવીનીકરણ કરવા મંજૂરી આપી જોબ નંબર આપવામાં આવેલ છે.
જેતપુર-જામકંડોરણા તાલુકાના રોડ રસ્તા નવીનીકરણ માટે જયેશ રાદડીયાની સફળ રજૂઆતના પગલે ગ્રામ/શહેરી વિસ્તારના સરપંચો, આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા મંત્રીની જાગૃત ધારાસભ્ય તરીકેની કામગીરીને બીરદાવેલ છે.