જેતપુર: વૃક્ષોનું નિકંદન કરી
ફોરેસ્ટ શાખાએ દરોડો પાડી 11 શો મીલમાં તપાસ આદરી: લાકડાનો જથ્થો સીઝ
ઔદ્યોગિક શહેર જેતપુરમાં શો મીલ માલિકો વૃક્ષોના ગેરકાયદે કટીંગ કરી સાડીઓના કારખાનેદારોને બળતણમાં વેચી વૃક્ષોનું નિકંદન કાઢતા હોવાની બાતમીને આધારે ફોરેસ્ટ વિભાગની સાત ટીમોએ જુદીજુદી શો મિલોમાં દરોડા પાડી છ શી મીલ શીલિંગ કરી તેના માલિકોની અટકાયત કરી હતી.
ઔદ્યોગિક શહેર જેતપુરમાં સાડીઓના કારખાનાઓના બોઇલરમાં મોટા પાયે લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ માટે કેટલાક પ્રકૃતિના દુશ્મનો લાખો વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ શો મીલમાં વેંચાણ અર્થે રાખે છે. આ અંગેની માહિતી ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગને મળતાં તેના દ્વારા રાજકોટ જીલ્લા ફોરેસ્ટ ઓફિસરને લાખો ટન લાકડાઓનું ગેરકાયદે સ્ટોક કરી વેચાણ કરતા શો મીલ ધારકોની તપાસ કરવાની સૂચના આપી હતી.
આ સૂચના અનુવયે ગોંડલના ફોરેસ્ટર દીપકસિંહ જાડેજાની આગેવાની સાત ટીમો બનાવી શહેરની જુદીજુદી જગ્યાએ આવેલ જુદીજુદી શો મીલમાં દરોડા પાડ્યા. આ અંગે દીપકસિંહના જણાવ્યાનુસાર કુલ 11 શો મીલમાં તપાસ કરવામાં આવી જેમાં છ શો મીલમાં રજીસ્ટર કરતા વધુ સ્ટોક નીકળતા તે છ શો મીલને શીલિંગ કરીને તે શો મીલના માલિકોની અટકાયત કરી હતી. અને આ સીઝ કરેલ જથ્થાની આકારણી કરી તેને દંડ ફટકારવામાં આવશે. અને આવી બીજી ફરીયાદો મળશે તો ફરી દરોડા પાડવામાં આવશે.