જેતપુર નવાગઢ વચ્ચે આવેલી કેનાલ પાસે ગઈકાલે એક ગોઝારા અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં પૂરપાટ ઝડપે જતી કારે બાઈકને ઠોકરે લેતા દંપતીને ગંભીર ઈજા પોહચ્ર તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં ટૂંકી સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.જ્યારે આ મામલે પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના ચોકી ખાતે રહેતા હિરેનભાઇ કોટડીયાએ જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના કાકા વિઠલભાઈ બાઈક લઈને તેના પત્ની સાથે કામ સબબ નવાગઢ તરફ જતા હતા.ત્યારે નવાગઢની કેનાલ પાસે પુરપાટ ઝડપે આવતી જીજે.03.જેએલ.2965 નંબર ની આઇ 10 કારે હડફેટે લેતા વૃદ્ધ દંપતી ને ગંભીર ઈજા પહોંચી હતી.જેમાં બનેનેં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વિઠલભાઈનું મોત નીપજતાં પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.જે મામલે પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.