વોરાની પેનલને સાત, દેસાઇની પેનલને ચાર બેઠક મળી
જેતપુર દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ચુંટણીમાં સત્તા પરિવર્તન આવ્યું છે. મહેન્દ્રભાઇ વોરાની પેનલનો ઝળહળતો વિજય થયો હતો. જેમાં પ્રમુખપદે મહેન્દ્રભાઇ વોરાની વરણી થઇ છે. સેક્રેટરી તરીકે નગીનભાઇ રાણપુરીયાની વરણી થઇ છે.
તા. ર ને રવિવારે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ચુંટણી થઇ હતી. મહેન્દ્રભાઇ વોરા પ્રેરિત પેનલના ૧૧ ઉમેદવારો તથા ઉદયભાઇ દેસાઇ પ્રેરિત પેનલમાં ૧૧ ઉમેદવારો હતા. જેમાંથી મહેન્દ્રભાઇ વોરા પ્રેરિત પેનલનાં સાત ઉમેદવારોની જંગી બહુમતિથી જીત્યા હતા. જયારે ઉદયભાઇ દેસાઇની પેનલના માત્ર ચાર ઉમેદવારોની જીત થઇ હતી.
જ્ઞાતિના સભ્યોએ મહેન્દ્રભાઇ વોરાની પેનલને ખોબલે ખોબલે મત આપી જંગી બહુમતિથી ચુઁટી જ્ઞાતિમાં પરિવતન કરાવ્યું છે.
મહેન્દ્રભાઇ વોરાની પેનલમાં મહેન્દ્રભાઇ વોરા, રાજુભાઇ દોમડીયા, નગીનભાઇ રાજપુરીયા, નવીનભાઇ રૂપાણી, દિનેશભાઇ દેસાઇ, ધમેશભાઇ બાવીસી, રૂપમભાઇ ગાંધી ચૂંટાઇ આવ્યા છે.
જેમાં મહેન્દ્રભાઇ વોરા-પ્રમુખ, રાજુભાઇ દોમડીયા- ઉપપ્રમુખ, નગીનભાઇ રાણપુરીયા- સેક્રેટરી, દિનેશભાઇ દેસાઇ- જોઇન્ટ સેક્રેટરી, રૂપમભાઇ ગાંધી, ખજાનચી તરીકે વરાયા છે.