-
રબારીકા અને સેલુકાની સિમમાં ખેડૂતો વચ્ચે કેનાલના પાણી બાબતે મારામારી
-
પચીસ જેટલા વ્યક્તિ સાથે આવીને તીક્ષણ હથિયારો અને ધોકા પાઇપ વડે હુમલો કર્યો
જેતપુર ન્યૂઝ
જેતપુર તાલુકાના રબારીકા અને સેલુકાની સિમમાં ખેડૂતો વચ્ચે કેનાલના પાણી બાબતે મારામારી થતાં સરપંચ દ્વારા પાણી લેવાની ના પાડી અને પોતાના પચીસ જેટલા વ્યક્તિ સાથે આવીને તીક્ષણ હથિયારો અને ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો . સેલુકા સિમ વિસ્તારના ખેડૂત કેનાલમાંથી પાણી પીયત માટે લેતા હોઈ રબારીકા ખેડૂતોને પીયતનું પાણી ધીમું પહોંચતું હોઈ રબારીકા ખેડૂતો સિમ વિસ્તારની વાડીમાં આવી પાણી ઉપાડવાની ના પાડતા બબાલ થઈ હતી .
રબારીકાના સરપંચ અને તેમની સાથે અજાણ્યા પચીસ થી ત્રીસ ખેડૂતોએ તીક્ષણ હથિયાર વડે 11 વ્યક્તિ પર હુમલો કર્યાનો સેલુકાના ઈજાગ્રસ્ત ખેડૂતોના આક્ષેપ. હુમલામાં કુલ બંને તરફ 11 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા છે . ઈજાગ્રસ્તોમાં સવજી ભાઈ બચુભાઈ ભડલીયાને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થ જૂનાગઢ રીફર કરાયા હતા .
જયારે ચાર ખેડૂતો મયુર ચાંદ્રડ રબારીકા, અભય લાલુ રબારીકા, સતીશ ચાંદ્રડ રબારીકાને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્યારબાદ ઈજાગ્રસ્તોને જૂનાગઢ રીફર કરાયા હતા . વીરપુર PSI તેમજ પોલીસ સ્ટાફ જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી .