જેતપુર ના અમરનાગર રોડ પર રહેણાંક મકાન માં વિદેશી દારૂ ની બાતમીને આધારે રેડ કરતા એક વેપારી ને ઝડપી પડાયો અને અન્ય એક બુટલેગર ફરાર થઈ ગયો હતો. જાણવા મળતી વિગત મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતરીપ સૂદ સાહેબની સુચના મૂજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.
જે સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ જેતપુર સીટી પો. સ્ટે.ના પો.ઇન્સ.એમ.એન.રાણા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન Pc ઘમભા જેઠવા ને બાતમી રાહે મળેલ ચોકકસ હકીકત મળેલી કે જેતપુર સરદાર ચોકમા ગેલેકસી એપાર્ટમેન્ટ માં રહેતો અજય રસીકભાઈ કેસરીયા લુવાણા ખોડિયાર ઈલેકટ્રોનિક વાળા તેમજ જયેશ (જલો) રમેશભાઈ કોળી બને ઈગ્લીશ દારુ નો જથ્થો મગાવી નં.૧ ના રહેણાક મકાને રાખી વેચાણ કરે છે હકિકત વાળી જગ્યા એ રેઈડ કરતા કોઠાર રુમ માંથી જુદા જુદા બાન્ડ ની ઈગ્લીશ દારુ ની બોટલ નંગ-૧૧૪ કિ.રુ.૪૩,૨૦૦ સાથે નં.૧ ને પકડી પાડી તેમજ આરોપી ન ર નો પકડવા પર બાકી રહેલ હોય જેથી બન્ને વિરૂદ્ધ પ્રોહી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલી.
આ સમગ્ર કામગીરીમાં જેતપુર સીટી પો. સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન.રાણા તથા ASI ધીરુભાઈ ઙાગર HC સંજયભા ઈ પરમાર તથા અનિલભાઈ ઞુજરાતી PC નારણભાઈ પંપાણીયા તથા PC ધમભા જેઠવા તથા PC ચેતનભાઇ ઠાકોર PC ભાવેશભાઇ ચાવડા તથા PC લખુભા રાઠોડ તથા PC દિવયેશભાઈ સુવા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.