ચેમ્બર્સનાં પ્રમુખ અને જેતલસરનાં સરપંચ દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને ફરિયાદ કરવા રજૂઆત

જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશભાઈ ભુવા દ્વારા તેમનાં છેલ્લા ૯ વર્ષના શાષનકાળ દરમિયાન યાર્ડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો જેતપુર ચેમ્બર્સના પ્રમુખ રવિભાઇ આંબલીયા, પિયુષ ઠુંમર અને રાજુભાઈ ધડુક દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરેલ કે ચેરમેને યાર્ડમાં બગીચાના નામે ૧કરોડ અને ૮૦લાખનું બિલ ઉધારેલ છે પરંતુ યાર્ડમાં ક્યાંય બગીચાનો નામોનિશાન ની બીજું કે ત્રણ બાંધકામના કોન્ટ્રાક્ટના કામ કરેલા તેમની ટેન્ડર નોટીસ ત્રણેય વાર એકને એક જ અખબારમાં ૨૦ થી ૨૫ નકલમાં જ છપાવી પોતાના મળતળિયાઓને કોન્ટ્રાક્ટ આપી કરોડોનો ભ્રષ્ટાચાર આચાર્યો ઉપરાત યાર્ડના ગેસ્ટ હાઉસમાં ચેરમેન અને તેના મળતળિયાઓ જ શરાબ શબાબની મહેફીલો યોજે છે તે માટે ગેસ્ટ હાઉસમાં કિમતી ફર્નિચર બનાવડાવ્યું છે જેનાથી ખેડૂતોને કોઈ ફાયદો ની.

ઉપરાંત યાર્ડમાં જ શાકભાજી માર્કેટની ૧૭ દુકાનો વગર હરરાજીએ ૧૦ લાખ જેટલી રકમમાં પોતાના વેચતા વિવાદ થતાં છેલી ત્રણ દુકાનોની હરરાજી કરતા ૧૩લાખ જેટલી કિંમતમાં વેચાયેલ તો આગળની દુકાનો તો ૨૦લાખ જેટલી કિંમતમાં વેચાય તેમ હતી જે ન વેચીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપને પગલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.