મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં  જેતપુરમાં શુક્રવારે નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ

એક વર્ષ કરતાં પણ ટૂંકા ગાળામાં જેતપુર શહેરને નર્મદાનું પાણી પહોંચાડવામાં સફળતા: રાદડિયા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી અભિગમના ભાગ‚પે તૈયાર કરવામાં આવેલ નર્મદા માસ્ટર પ્લાન હેઠળની પાણી પુરવઠા ગ્રીડના કામોમાં નાવડા ી ઉપલેટા બલ્ક પાઇપલાઇનના કામોની ગત ઉનાળામાં જામકંડોરણા ખાતે ખાતમુહૂર્ત વિધી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ૪ તાલુકાના અંદાજીત ૧૫૬ ગામો અને પાંચ શહેરોને નર્મદાની કનેકટીવીટીી આવરી લેવામાં આવેલા છે.

હાલ સુધી પીવાના પાણી માટે માત્ર ભાદર-૧ ડેમ પર આધારીત જેતપુર શહેરને નર્મદાના નીર મળવાના શ‚ શે. મુખ્યમંત્રીની હાજરીમાં નર્મદા નીરના વધામણા કરવા માટે જેતપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સનિક ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા ગત વર્ષે પ્રયત્નો કરી, ‚ા. ૬૦૦/- કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી, અને ત્યારબાદ તાત્કાલિક કામો શ‚ કરવામાં આવ્યા. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સો આવતા ઉનાળા સુધીમાં જેતપુરવાસીઓને નર્મદાના નીર મળે એ માટેનું આગોતરૂ આયોજન અને તેનો માસિક રીવ્યુ જયેશ રાદડીયા દ્વારા કરવામાં આવતો હતો અને તેની ફળશ્રૃતિ ‚પે માત્ર ૧૧ માસના ટુંકાગાળામાં ભગીર કાર્ય પૂર્ણ યું અને જેતપુરના આંગણે ઐતિહાસિક અવસરસમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવશે.

વધુ વિગતો આપતા જેતપુર ધારાસભ્ય અને રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ જણાવેલ છે કે, સનિક સોર્સ ઉપરાંત નર્મદાની કનેકટીવીટીી પીવાના સ્વચ્છ પાણીની સવલતો મળી રહે તે માટે ૧૭૧ કિ.મી. લાંબી, ૧૫૦૦ મી.મી. વ્યાસની એકસપ્રેસ લાઇન મારફત દૈનીક ૫૦ કરોડ લીટર પાણીનું પંપીગ કરી, અંદાજીત ૧૦ લાખની વસ્તીને નર્મદાનું શુધ્ધ પાણી આપવામાં આવશે.

આગામી તા.૦૨/૦૬/૨૦૧૭, શુક્રવારના રોજ સંવેદનશીલ અને પારદર્શક સરકારના પ્રણેતા એવા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના વરદહસ્તે પોલીસ ગ્રાઉન્ડ, જેતપુર ખાતે નર્મદાના નીરના વધામણાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ હોય, સર્વે જનતાને ઉમટી પડવા, ધારાસભ્ય જયેશ રાદડીયાએ અંતમાં આહવાન કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.